માર મારવાના વાઇરલ વિડીયોની તપાસ થશે: SP
ASI નિલેશ મૈયાની પણ બદલી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના દીવ ઘોઘલા પાસેની એહમદપૂર માંડવી ચેક પોસ્ટ પર સહેલાણીઓ પાસેથી તોડબાજી થવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી ત્યારે એસીબી દ્વારા ગત તા.30 ડિસેમ્બરના રોજ રનિંગ ટ્રેપ કરીને વચેટિયાની ભૂમિકા અદા કરનાર નિલેશ તડવી ઝડપાય ગયો હતો અને મોબાઈલ કોલ ડીટેલ અને કોલ રેકોર્ડના આધારે એસીબીએ પીઆઇ એન.કે.ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મૈયા સહીત ત્રણ સામે ગુનો દાખલ કરીને ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.
એસીબીની રનિંગ ટ્રેપમાં પીઆઇ અને એએસઆઈ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.હજુ સુધી એસીબીના હાથે નહિ લગતા એસીબી એ ઉના પોલીસ લાઈનમાં આવેલ પીઆઇ ગોસ્વામીના ક્વાર્ટરને સરકારી પંચોની હાજરીમાં સીલ મારી દેવામાં આવ્યું છે.જયારે ઉના પીઆઇ એન.કે.ગોસ્વામીની બદલી લિવ રિઝર્વમાં કરી દેવામાં છે અને એએસઆઈ નિલેશ મૈયાની હેડક્વાટર ખાતે કરી દેવામાં આવી છે તેમ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું જયારે ખાસ ખબર સાથે એસપી વધુ વાત કરતા કહ્યું હતું કે જે મારામારવાનો વિડિઓ વાયરલ થયો છે તે સંદર્ભે પણ તપાસ ચાલી રહી છે.તેમ જણાવ્યું હતું.
દીવની માંડવી ચેક પોસ્ટ પરથી પીઆઇની વચેટીયાની ભૂમિકા ભજવનાર નિલેશ તડવી હાલ રિમાન્ડ પર છે.ત્યારે એસીબી દ્વારા ઊંડાણ પૂર્વક પુછપરછ કરી રહી છે.જેના અનુસંધાને પીઆઇના ક્વાર્ટરને સીલ મારી દેવામાં આવ્યું છે.હાલ વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.રિમાન્ડ પૂર્ણ થાય તે પેહલા હજુ અનેક ચોંકાવનારા ખુલાસા એસીબી દ્વારા થઇ શકે તેમ છે.અમે એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે કેટલા સમય થી ચેક પોસ્ટ પર ફરજ બજાવતા હતા અને કેટલા રૂપિયાની તોડબાજી થઈ છે. તેવા પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.ત્યારે આગામી દિવસોમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલ પીઆઇ અને એએસઆઈ જયારે એસીબી ઝડપી પાડશે ત્યાર બાદ વધુ ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.