કેન્દ્ર રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર હસ્તે દીવમાં બીચ ગેમ્સનો પ્રારંભ
140 ગોલ્ડ મેડલ, 140 સિલ્વર મેડલ, 180 બ્રોન્ઝ મેડલ વિજેતાને અપાશે
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
ગીર સોમનાથ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ દીવમાં બિચ ગેમ્સ 2024નો પ્રારંભ થયો છે. બ્લુ સર્ટિફાઈડ બીચ ઘોઘલા, દીવ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.આ પ્રસંગે દિલ્હી અને લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર અને દમણ-દીવના સાંસદ લાલુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત જાણીતા ગાયિકા ઈશાની દવે અને કિંજલ દવેના અજોડ પરફોર્મન્સથી થઈ હતી. ત્યારબાદ મહેમાનોના હસ્તે નામાંકિત ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પહોંચ્યા બાદ તમામ મહેમાનોએ રમતગમતના મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને મંત્રીએ બીચ ફૂટબોલ પણ રમ્યું હતું.
આ દીવ બીચ ગેમ્સ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પ્રશાસક પ્રફુલ્લ પટેલે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેમની અપાર પ્રેરણા અને અપાર સ્નેહ માટે અભિનંદન અને સલામ કરે છે અને અહીં ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરે છે. નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચું થયું છે. વર્ષ 2014 પછી, નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમજ 100 કરોડના ખર્ચે રમતગમત ક્ષેત્રે સિલી સ્ટેડિયમ, પદ્મભૂષણ સ્ટેડિયમ અને બાંદોરકર સ્ટેડિયમનું કામ પૂર્ણ થયું છે. ત્યારે 37મી રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં કેન્દ્રશાસિત પ્રદેશોને ગૌરવ અપાવવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.
આ ક્રમમાં વિવિધ જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રમતને લગતું નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું અને વિવિધ રાજ્યોમાંથી આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. ત્યારબાદ કલાકારો દ્વારા હવાઈ અભિનય રજૂ કરવામાં આવ્યો હતો જેણે તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
દીવમાં આયોજિત બીચ ગેમ્સ, 2024 અંતર્ગત કુલ 8 વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં બીચ વોલીબોલ, પેંચક સિલાટ, બીચ બોક્સીંગ, બીચ સોકર અને સી-સ્વિમીંગ જેવી પરંપરાગત રમતો જેવી કે માલખંબ, બીચ કબડ્ડી અને ટગ ઓફ વોર પણ સામેલ છે. આ ગેમ્સમાં 20 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ ભાગ લેશે. આ રમતોત્સવમાં 1200 થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. પુરૂષ અને મહિલાઓને સમાન તકો આપીને, ખાસ કરીને 21 વર્ષ સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓને આ રમતોમાં તેમની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવાની તક આપવામાં આવશે. કુલ 140 ગોલ્ડ મેડલ, 140 સિલ્વર મેડલ અને 180 બ્રોન્ઝ મેડલ વિવિધ કેટેગરીમાં આ ગેમ્સના વિજેતા સહભાગીઓને એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેમ્સનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. અઠવાડિયા સુધી ચાલનારા બીચ ગેમ્સ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં દેશના જાણીતા કલાકારો સંગીત અને સ્થાનિક કલા સહિત તેમની કલાનું પ્રદર્શન કરશે.