ખાસ-ખબર સંવાદદાતા
19મી ડિસેમ્બર 1961ના રોજ દીવ, દમણ અને ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું. તેથી 19મી ડિસેમ્બરે દર વર્ષે દીવમાં દીવ મુક્તિ દિનની ઉજવણી કરાય છે. આ વર્ષે પણ દીવ પ્રશાસન દ્વારા દીવ કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભાના નેતૃત્વમાં શહીદોને શ્રદ્ધાંજલિ તેમજ ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સર્વે પ્રશાસનિક અધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ એ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમજ ઉપસ્થિત સર્વ એકબીજાને મુક્તિ દિવસ ની શુભકામનાઓ આપી હતી.