રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કારોબારી સમિતિની બેઠક તા.૧૫-૭-૨૧ના સાંજે ૪.૩૦ કલાકે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ચેરમેન – જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાશે.
આ બેઠકમાં સબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં મિશન મંગલમ, મનરેગા પીએમએવાય(આવાસ યોજના), સ્વચ્છ ભારત મિશન, મિશન અંત્યોદય સહિતની વિવિધ યોજનાઓની નાણાંકીય અને ભૌતિક સમીક્ષા કરવામાં આવશે. જનસેવાને લગતી આ કામગીરી ઝડપથી આગળ વધે તે માટે જુદી જુદી કામગીરીની સમીક્ષા કરી બહાલી આપવામાં આવશે. સબંધિત અધિકારીઓને કામગીરીને વધુ ગતિશીલ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપાશે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની યાદીમાં જણાવાયુ છે.