રાજકોટ : રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા રમત – ગમત વિભાગ અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા તા. ૧૨-૦૮-૨૦૨૧ના રોજ સિન્થેટિક ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે દોડની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
૧૯ થી ૧૪ વર્ષ વચ્ચેના ભાઈઓ માટે આયોજીત દોડ સ્પર્ધામા ૧૦૦ મી. માં ૨૦, ૨૦૦ મી. માં ૨૪, ૪૦૦ મી. માં ૨૬, ૮૦૦ મી. માં ૮, તેમજ ૧૫૦૦ મી. માં ૯ ખેલાડીઓ મળી કુલ ૮૭ ખેલાડીઓએ ખેલ પ્રતિભા દર્શાવી હતી.
- Advertisement -
આ સ્પર્ધાઓ પૈકી ૧૦૦ મી. માં આર્યન લીંબાસીયા, જહાનગલમ ક્લેયટોમ, બ્રુરાજ ચુડાસમા, ૨૦૦ મી માં સોલા દુષ્યન્ત, મોરબિયા હર્ષ, જાડેજા દિવ્યરાજ, ૪૦૦ મી માં અમન જોશી, વ્યાસ પ્રણવ, આલ મનિષ, ૮૦૦ મી માં ચાવડા ભાર્ગવ, ઝાપડીયા રણજીત, પાંડે આલોક, ૧૬૦૦ મી. માં ગઢવી વિવેક, સોલંકી હરચંદ અને યાદવ અમુલ અનુક્રમે પ્રથમ, દ્વિતિય તેમજ તૃતિય ક્રમે વિજેતા જાહેર થયેલ છે.
જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર ખેલાડી માટે ઝોન કક્ષાની સ્પર્ધા તા. ૧૪-૦૮-૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે યોજાશે તેમ રમા મદ્રા, સિનિયર કોચ – રાજકોટની યાદીમાં જણાવાયું છે.