ગીર સોમનાથમાં 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે શ્રી.બી.એમ.બારડ એજ્યુકેશન ટ્રસ્ટના મેદાનમાં થશે. જેના સુચારૂ અને વ્યવસ્થિત આયોજન અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાની 26મી જાન્યુઆરીની ઉજવણી અનુરાગ કોલોની સામેના મેદાનમાં થશે. જેમાં પરેડ સહિત વિવિધ વિભાગના ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ સુચારૂ રીતે આ કાર્યક્રમ યોજાય તે અંગે કાર્યક્રમના આયોજન અને રૂપરેખા બાબતે સંબંધિત વિભાગોને મહત્વની સૂચનાઓ આપી હતી.
ગિર સોમનાથના સુત્રાપાડા ખાતે 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી
