કલેકટરએ જન પ્રતિનિધિઓના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા બાબતે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીનાં અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી પોરબંદર ખાતે જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રામબા ગ્રેજ્યુએટ ટીર્ચસ- આર.જી.ટી. કોલેજ કંમ્પાઉન્ડમાં ઇન્ડીયન કોસ્ટ ગાર્ડએ મુકેલ ગેઇટ બંધ કરાવવા અંગે.પોરબંદર જુનાગઢ એગ્રીકલ્ચર યુનર્વિસીટી સાથે સંલગ્ન કૃષિ કોલેજ ખાપટને વધારાની જમીન ફાળવવા બાબત,ગુજરાત મેરીટાઇમ ર્બોડના બોખીરા પાસે ગઇં8ઊ (ઊડ્ઢક્ષિં.) જુના બાયપાસથી સુભાષનગર જેટી સુઘીના એપ્રોચ રોડને ફોરલેન કરવા બાબત,પોરબંદર રોકડીયા હનુમાન-ખાપટ-કોલીખડા રસ્તા પરના દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરી પાણીના નકાલ માટે ગટરો બનાવવાસહિતનાં પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
- Advertisement -
વધુમાં ધારાસભ્યએ એરપોર્ટના હવાઈ પટ્ટીના વિસ્તરણ, પોરબંદર નગરપાલિકામાં સુભાષનગર વિસ્તારના રાવરાહક બાબતે,ગોઢાણા નેસને જ્યોતિગ્રામ યોજનામાં સમાવવા, માધુપુર મેળાની સ્ટોલ અને મનોરંજનના ભાડાની આવક ખર્ચ રકમ બાદ કરતાં વધારાની રકમ માધવપુર ગ્રામ પંચાયતને મળવા અંગે, બરડા સાગર ડેમની પેરા ફેરીમાં મીયાવાકી કે ફોરેસ્ટ ડેવલપ કરવા, જૂની નગરપાલિકા શિતલા ચોકમાં અર્બન હેલ્થ સેન્ટર ખસેડવા, બોખીરાને જોડતા જુના પુલનું રીપેરીંગ કરી નાના વાહનો માટે ઉપયોગ, વિસાવાડા, ગોઢાણા અને મિયાણી ગામના વધારાના ગામતળ નીમ કરવા, પોરબંદર શહેરમાં બાકી રહેલા પીવાના પાણી, રસ્તા અને ગટરના કામો વહેલી તકે પૂર્ણ કરાવવા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં વીજ કનેક્શન આપવા, પોરબંદર તાલુકાનાં ખાપટ 66 કે.વી બાંધકામ અંગે, નલ સે જલ બાકી કામો પૂર્ણ કરવાં, સર્વિસ રોડ બનાવવા સહિતના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું હતુ. સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી કાર્યવાહીની વિગતો મેળવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિઓના પ્રશ્નો નિરાકરણ કરીને તેમને સમયસર જાણ કરવા તેમજ સત્વરે નિરાકરણ લાવે તે દિશામાં કામ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. અને વધુમાં તેમણે વિવિધ પ્રશ્નો નિરાકરણ બાબતે અધિકારીઓને માર્ગદર્શિત કર્યો હતાં. આ સંકલનમાં જનપ્રતિનિધિઓનાં રેફરન્સ પત્રની વિગત વેરા વસૂલાત, આરટીઆઇની અરજીઓના નિકાલ, સી એમ ડેશ બોર્ડમાં કેપીઆઇ રિપોર્ટ-સી ભરવા, સરકારી લેણાંની વસુલાત,સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા.



