તમામ તાલુકાઓમાંથી સ્વયંભૂ ઉમટી પડતાં કાર્યકર્તાઓ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અર્જુનભાઈ ખાટરીયાએ પવિત્ર ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ચાર્જ સંભાળ્યો છે. અર્જુનભાઈ ખાટરીયાએ જણાવ્યું છે કે સમગ્ર જિલ્લામાં ખૂબ જ ટૂંકા સમયમાં તાલુકા કક્ષાએ પહોંચી સંગઠનનું માળખુ જેટ ગતિની સ્પીડથી નિમણુંક કરી તમામ હોદ્દેદારોને કાર્યરત કરી સમગ્ર જિલ્લામાં કોંગ્રેસને જીવતુ અને ધબકતું કરવામાં આવશે.
તમામ તાલુકા કક્ષાએ જઈ રૂબરૂ મીટીંગો, તાલુકાની પરિસ્થિતિ, તમામ કાર્યકર્તાઓ સાથે પરિચય મેળવી કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ વધે અને આવતી વિધાનસભામાં કોંગ્રેસનો શ્રેષ્ઠ દેખાવ થાય તેમજ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં આવશે.
સાંપ્રત પરિસ્થિતિમાં ભાજપે સમગ્ર ગુજરાતમાં જે રીતે વાતાવરણ ડામાડોળ કર્યું છે, રોજબરોજની સ્થિતિઓ તમામ ગુજરાતની પ્રજા જોવે છે અને જાણે છે જેમ કે આ ભાજપની સરકારમાં રોજબરોજ અલગ અલગ પરીક્ષાઓના પેપરો ફૂટે પછી એમાં તલાટી મંત્રીઓનું, કલાર્કનું, વનરક્ષકોની ભરતીઓનું એવા તમામ પેપરો જે રીતે લીક થયા છે એમાં ભારતીય જનતા પાર્ટીનું અને ગુજરાતની સરકારનું ગીનીઝ બુકમાં રેકોર્ડ નોંધવા જેવી બાબત છે. ભાજપની ગુજરાતની આ સરકારમાં બેરોજગારી એટલી હદે ઉભરીને બહાર આવી છે જેમાં તલાટીની 3400 જગ્યા હોય અને 18 લાખ ઉમેદવારો ઉમટી પડે, કલાર્કની 1200ની જગ્યા હોય અને 21 લાખ ઉમેદવારો ઉમટી પડે, આ જોતાં બેરોજગારી સૌની નજરે દેખાઈ આવે એવી સ્પષ્ટ છે.
- Advertisement -
ભાજપની આ સરકારમાં કાયદો અને વ્યવસ્થાના બેહાલ છે. ખુદ ભાજપના જ ધારાસભ્યો ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી જેનાથી ભાજપ શાસન શું કરી રહ્યું છે? તે અરીસાની જેમ સ્પષ્ટ દેખાય છે. ગુજરાતની આ સરકાર ખેડૂતોને 12 કલાકની વીજળીની વાત કરી ખેડૂતોને છેતરી અને હવે માત્ર 6 કલાક વીજળી આપશે એણે એના જ મોંઢે કરી તેની નાકામી સાબિત કરી છે, સાથે સાથ દિવસે ઉગે અને સૌથી પહેલા સમાચાર પેટ્રોલ-ડીઝલ, ગેસ, ખાદ્યતેલ સહિતની આ તમામ ચીજવસ્તુઓ આજે કેટલો ભાવવધારો ઝીંકશે તેવી વાતો તમામ પ્રજાના લોકમુખે સાંભળવા મળે છે.