ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ દુબઈ સ્થિત એનઆરઆઈ ભરતભાઈ રૂપારેલ અને ચંદ્રિકાબેનનાં સહયોગથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ડે મેયર ગીરીશભાઈ કોટેચાનીઉપસ્થિતિમાં ગાયનેક વિભાગમાં પ્રસૂતા બહેનોને ન્યુટ્રીશનલ વેલ્યુ ધરાવતો શીરો, ફ્રૂટ અને ન્યુ બોર્ન બેબીને કપડાંનું વિતરણ કરવામાં આવેલ જેમાં દાતા રૂપારેલ પરિવાર, સિવિલ સર્જન બ્રહ્મભટ્ટ સાહેબ ઉપરાંત યતીનભાઈ કારીયા, ગીરીશ આડતિયા, ગૌરવ રૂપારેલિયા, દીપલ રૂપારેલિયા, મિત ભટ્ટી, વિગેરે હાજર રહ્યા હતા. ડે. મેયર દ્વારા જણાવેલ કે સિવિલ હોસ્પિટલમાં તેમની ટીમ દ્વારા વારે તહેવારે ભોજન, શીરો, ફ્રૂટ તેમજ અન્ય સહાય આપવામાં આવે છે તેમજ જરૂરિયાત મુજબ બ્લડની બોટલો પણ પૂરી પાડવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના અમુક કર્મચારીને બાદ કરતા મોટા ભાગ ના કર્મચારીઓ સેવાના ભાવથી ફરજ બજાવે છે અને અ નિયમિત નોકરી કરતા કર્મચારી સામે સખત પગલાં લેવાય તેવી સિવિલ સર્જનને રજૂઆત કરી હતી.