ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ જનસેવા કાર્યાલય ખાતે
ગેસ કનેકશન વિતરણ અને ઈ-નિર્માણ કાર્ડનો લાભ લેતાં 130થી વધુ લાભાર્થીઓ
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવવાળી કેન્દ્રની ભાજપ સરકાર અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર વિવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓની માહિતી અને લાભ ઘર-ઘર સુધી પહોંચે અને છેવાડાનો માનવી પણ કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે તેવા શુભ આશયથી વંચિત લાભાર્થીઓના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉમદા આશયથી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજના અન્વયે વિવિધ પ્રકલ્પોના માધ્યમથી સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે 68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના જનસેવા કાર્યાલય ખાતે લાભાર્થીઓને ઉજજવલા યોજના અંતર્ગત ગેસના બાટલાનું વિતરણ અને ઈ-નિર્માણ કાર્ડના વિતરણનો પ્રારંભ સેવાકીય ક્ષ્ોત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદય કાનગડના માર્ગદર્શન હેઠળ અને શહેરના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલિયા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ્ાના નેતા લીલુબેન જાદવ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ તકે કોર્પોરેટર ભાવેશ દેથરીયા, દિલીપ લુણાગરીયા, કંકુબેન ઉધરેજા, શહેર ભાજપ ક્સિાન મોરચાના મહામંત્રી ભરત રાદડીયા (ભાદાભાઈ), શહેર ભાજપ બક્ષ્ાીપંચ મોરચાના મહામંત્રી બાબુભાઈ માટીયા, વોર્ડપ્રભારી રસિકભાઈ પટેલ, વોર્ડપ્રમુખો પરેશ લીંબાશીયા, અંક્તિ દુધાત્રા, વોર્ડ મહામંત્રી જયવંતસિહ જાડેજા, વોર્ડ-1પ પેટા જનસેવા કાર્યાલયના નિલેશભાઈ હેરભા,વોર્ડ-પ બક્ષ્ાીપંચ મોરચાના પ્રમુખ સતીષ સતાપરા તેમજ ભરતભાઈ મક્વાણા, રાજુભાઈ વેકરીયા સહિતના હાજર રહ્યા હતા. આ તકે મહિલા લાભાર્થીઓને ઉજજવલા યોજના હેઠળ 3ર લાભાર્થીઓને ગેસ કનેકશન વિતરણ અને 98 લાભાર્થીઓને ઈ-નિર્માણ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 130થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.



