પુજારા ટેલિકોમના યોગેશ પુજારાએ અનોખી રીતે રામનવમીની ઉજવણી કરી
મોટી સંખ્યામાં લોકોએ ઠંડી છાશનો આનંદ લીધો
સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ફેલાયો છે. બધા રેકોર્ડ તોડીને તાપમાનનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે.
- Advertisement -
આ કાળઝાળ ગરમીમાં લોકોને મદદરૂપ થાયે તેવી ઉત્કૃષ્ટ ભાવના સાથે રાજકોટ શહેરના પુજારા ટેલિકોમે અનોખી રીતે રામનવમીની ઉજવણી કરી હતી.
પુજારા ટેલિકોમના ડિરેક્ટર યોગેશ પુજારાના માર્ગદર્શન હેઠળ પુજારા ટેલિકોમ પરિવારના તમામ સભ્યો દ્વારા નિ:શુલ્ક ઠંડી છાશનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના આશરે 200 થી પણ વધારે પુજારા ટેલિકોમના સ્ટોર પર જાહેર જનતાને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. ભર ઉનાળામાં ઠંડી છાશને કારણે અનેક લોકોને રાહત પહોંચાડીને પુજારા ટેલિકોમે રામનવમીને સાચા અર્થમાં સફળતાપૂર્વક ઉજવી હતી.
- Advertisement -
પુજારાના આ આયોજનને વખાણતા મોટી સંખ્યામાં લોકોએ આ ઠંડી છાશનો પીવાનો આનંદ લીધો હતો. રામનવમીને અનોખી રીતે ઉજવવા માટે નિશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવાનો પુજારા ટેલિકોમનો વિચાર ખરેખર સરહાનીય છે.
અનેક લોકોના પેટની આંતરડી ઠારીને પુણ્યનું કામ કરતાં પુજારા ટેલિકોમના ડિરેકટર યોગેશ પુજારાની મહેનતને પણ લોકોએ બિરદાવી હતી. પુજારા ટેલિકોમ પરિવારના તમામ સભ્યોનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો.