ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ખવાસ- રજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે છેલ્લા આઠ વર્ષથી સમાજના આર્થિક રીતે નબળા પરિવારોને રાહતદરે ફરસાણ-મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ દાતા સ્વ. કેશુભાઈ ભગવાનજીભાઈ ચૌહાણના સ્મરણાર્થે ચૌહાણ પરિવારના સહયોગથી તા. 21-8 બુધવારે સવારે 10 કલાકે વહેલા તે પહેલાના ધોરણે ફરસાણ- મીઠાઈ કીટનું રાહત દરે વિતરણ કરવામાં આવશે
- Advertisement -
જેમાં 500 ગ્રામ રજવાડી ચવાણું, 250 ગ્રામ તીખા ગાંઠીયા, 250 ગ્રામ ભાવનગરી ગાંઠીયા, 250 ગ્રામ સક્કરપારા, 250 ગ્રામ સેવબુંદી તથા 500 ગ્રામ ચોખ્ખા દૂધની મીઠાઈ ચોકલેટ બરફી- ટોપરાપાક આ તમામ સામગ્રી માત્ર 200 રૂપિયાની કિટ રાહત દરે વિતરણ કરવામાં આવશે. સ્થળ: કિશાનપરા અંડરબ્રીજ નજીક પટેલ રેસ્ટોરન્ટ બાજુમાં સીટી સેન્ટર સામે સદ્ગુરુ માર્કેટ ત્રીજો માળ ખાતે કરવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં ટ્રસ્ટના મેનેજિંગ ડિરેકટર કાનાભાઈ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઈ વાઘેલા, નરેન્દ્રભાઈ ચૌહાણ, અશ્ર્વિનભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ચૌહાણ, પ્રિયાંકભાઈ ચૌહાણ, ખિલનભાઈ ભટ્ટી, રતનભાઈ રાઠોડ, દેવાંગભાઈ મકવાણા સહિતનાનો સહયોગ મળી રહ્યો છે.