જુના કપડામાંથી કુલ-1635 કાપડની થેલીઓ બનાવી: 1067 જેટલા લાભાર્થીઓ કેમ્પેઈનમાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ’સ્વચ્છ ભારત મિશન’ હેઠળ પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય તે માટે તા.05-જુન થી 31 ઓક્ટોબર-2025 દરમ્યાન ‘ખુ ઝવયહશ‘કેમ્પેઈનનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં, અઠવાડીયાના બે દિવસ (ગુરૂવાર અને શુક્રવાર)નાં રોજ શહેરના (6) છ સ્થળોએથી સખી મંડળના બહેનો મારફત નાગરિકો દ્વારા લાવેલ જુના કપડામાંથી કાપડની આકર્ષક થેલી સ્થળ પર જ સિલાઈ કરી આપવામાં આવશે. આ કેમ્પેઇનથી પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય અને આ કેમ્પેઇન રાજકોટ શહેરમાં તા:05/06/2025 થી 20/06/2025ના દરેક ગુરુવાર અને શુક્રવાર દરમ્યાન રાજકોટ શહેરનાં અલગ – અલગ (6) છ સ્થળોએ નાગરિકોએ આ યોજનાનો લાભ લીધેલ છે.