વેરાવળ નગરપાલિકા દ્વારા જન્મ-મરણના દાખલા કાઢવાની દાખલારૂપ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે આવેલી નગરપાલિકા કચેરીમાં કાર્યરત જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રારની કચેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં ઉદાહરણરૂપ કામગીરી કરીને છેલ્લા ચાર-પાંચ વર્ષથી પેન્ડીંગ રહેતી 9 હજાર અરજીઓનો બેકલોગ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે અને કામગીરી ઝીરો-ઝીરો કરવામાં આવી છે. એટલે કે પેન્ડન્સી શૂન્ય છે.
આ અંગે જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રાર જીતેન્દ્રભાઇ વાળાએ જણાવ્યું હતું કે, અત્રે કચેરી ખાતે આવતા અરજદારોને તાત્કાલીક આ દાખલો મળી જાય તે માટેની કામગીરી કરવામાં આવે છે. જો કોઇ કિસ્સામાં વાંધા સૂચનો કે જે કાંઇ પણ હોય તો બે-ત્રણ દિવસમાં કોઇપણ સંજોગોમાં દાખલાઓ અરજદારોને મળી જાય તે રીતે કામગીરી કરવામાં આવે છે. અમારી કચેરીમાં અત્યારે જન્મ-મરણના દાખલા માટે રોજની 150થી વધુ અરજીઓ આવે છે. જેમાંથી 100થી વધુ અરજીઓ એક જ દિવસમાં નિકાલ કરી દેવામાં આવે છે. બહારગામના અરજદારોને તકલીફ ન પડે તે માટે તેઓને પ્રાધાન્ય આપીને તાત્કાલિક દાખલા કાઢી આપવામાં આવે છે.