UP, રાજસ્થાન, MPમાં વીજળી પડવાથી કુલ 68નાં મોત
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાના કારણે કુલ 68 લોકોના મોત થયા છે. માત્ર ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં જ વીજળી પડવાના કારણે 41 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમાં સૌથી વધારે મોત પ્રયાગરાજ જિલ્લામાં નોંધાયા છે. તે સિવાય 22 લોકો દાઝ્યા છે જ્યારે 200 પશુઓ પણ માર્યા ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક સહાયતા રાશિ ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે. સરકારી આંકડા પ્રમાણે રવિવારે રાજસ્થાનમાં વીજળી પડવાના કારણે કુલ 20 લોકોના મોત થયા હતા. રાજસ્થાન સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશમાં પણ છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાના કારણે 7 લોકોના મોત થયા હતા.

- Advertisement -
હિમાચલ,J&K અને ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું: ગાડીઓ તણાઈ
ખાસ-ખબર સંવાદદાતા
દેશભરમાં અત્યારે હવામાનનો મિજાજ બદલાયો છે. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલથી લઇને હિમાચલ પ્રદેશના ધર્મશાળા સુધી વરસાદી પાણી શહેરને ડૂબાડી રહ્યું છે. ગાંદરબલમાં વાદળ ફાટવાથી હડંકપ મચ્યો છે. અહીં અનેક ઘરોનો નુકસાન પહોંચ્યું છે, ચારેય બાજું કાદવ અને કાટમાળ ફેલાયો છે. વાદળ ફાટવાના કારણે નદીઓ ઉફાળા મારી રહી છે અને ભારે વરસાદ ચાલી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે અહીં અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે કેટલાક ગામના લોકોએ પોતાના ઘર છોડીને બહાર આવવું પડ્યું છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદ બાદ અચાનક ભયંકર પૂર આવ્યું. આનાથી અનેક જગ્યાએ મકાનો તણાઈ ગયા. અનેક જગ્યાએ અચાનક આવેલા પૂરથી ગાડીઓ પણ તણાઈ ગઈ.



