ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપના બાબા છે : મહેશ રાજપૂત
ડો. હેમાંગ વસાવડા : ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજીના ઉપાસક, ધર્મપ્રચારક
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં હજી 1 અને 2 જૂનના રોજ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજાવાનો છે તેના પહેલાં જ કોંગ્રેસમાં બે ફાંટા સામે આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા ડો હેમંગ વસાવડા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આગળ આવ્યા છે જ્યારે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું છે. વાત જો કોંગ્રેસ નેતા ડો. હેમાંગ વસાવડાએ કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજીના ઉપાસક, ધર્મપ્રચારક છે. જેમના કાર્યાલયના પ્રારંભમાં મને આમંત્રણ હતું અને હું ગયો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજકોટના દરબારમાં ભાજપનો પ્રચાર કર્યો હોય તેવું મારા ધ્યાને નથી. જો કે કોંગ્રેસ નેતાએ અંધશ્રદ્ધાના મુદ્દા પર કહ્યું કે, કોઈપણ રોગમાં અંધશ્રદ્ધાને બદલે તબીબ પાસે જવું જોઈએ.
આ તરફ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે ભાજપ પર આરોપ લગાવ્યા છે અને કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપના બાબા છે. તેમજ મોટાભાગના પોસ્ટરમાં ભાજપના નેતાના ફોટો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, બાબા રામદેવ ચાલી શકે નહીં એટલે નવા બાબા માર્કેટમાં આવ્યા છે. કોઈ સંત ચમત્કાર ન કરી શકે. તે વાત પણ ધ્યાન રાખવી જોઇએ. આ સાથે જ ડોક્ટર હેમાંગ વસાવડાના નિવેદનને મહેશ રાજપૂતે વ્યક્તિગત ગણાવ્યું છે.