બે-ચાર ફોટા સોશિયલ મીડિયા પર મૂકી વાહ વાહી મેળવતા નેતા અને પદાધિકારીઓએ કરેલા સ્વચ્છતાના દાવા સામે વાસ્તવિકતા રજૂ કરતી તસવીરો
સ્વચ્છોત્સવના નામે માત્ર દેખાડો કરનારે આ વાસ્તાવિકતા પર નજર કરવી અત્યંત જરૂરી
- Advertisement -
એન્ટ્રી ગેટ પાસે જ ગંદકીના ગંજ
ઠેર-ઠેર ઉંદરડાના દર
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં સ્વચ્છોત્સવ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અનેક કાર્યક્રમો, રેલીઓ, સેમિનારો અને લોકજાગૃતિ અભિયાન યોજાઈ રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળે છે. ત્યારે શહેર સ્વચ્છ છે પણ કાગળ પર વાસ્તવિક ચિત્ર કંઇક અલગ જ છે, સર્ટિફિકેટ અને રેન્કિંગથી રાજકોટને સ્વચ્છ શહેર ગણાવનાર મનપાના અધિકારીઓ ક્યારેક એસી ઓફિસમાંથી બહાર નીકળે તો વાસ્તવિકતાનો ખ્યાલ આવે. માત્ર દેખાડો કરવો, બે ચાર ફોટા સોશિયલ મીડિયા પર મૂકી વાહ વાહી મેળવનાર પદાધિકારીઓ પણ ફિલ્ડમાં ઉતરી શું ખરેખર રાજકોટ સ્વચ્છ શહેર છે? તેની માહિતી મેળવવી જોઇએ અને તપાસ કરવી જોઇએ.
- Advertisement -
ગાર્બેજ ફ્રી સિટીનું થ્રી-સ્ટાર સર્ટિફિકેટ છતાં શહેરના મુખ્ય ગાર્ડન ગંદકીથી ઉભરાઇ રહ્યા છે
સ્વચ્છ સર્વેક્ષણમાં દેશમાં 19મો અને રાજ્યમાં ત્રીજો ક્રમ મળ્યો કઇ રીતે?રાજકોટને તાજેતરમાં જ સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં દેશમાંથી 19મો ક્રમ પ્રાપ્ત થયો છે અને થ્રી-સ્ટાર ગાર્બેજ ફ્રી સિટીનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. ગુજરાતમાં સ્વચ્છતામાં ત્રીજો ક્રમ મેળવવાનો ગૌરવ શહેરને અપાયું છે. પરંતુ શહેરના હાર્દ સમા રેસકોર્સ રીંગ રોડ પર આવેલા કનકાઇ હોટેલ સામેના ગાર્ડનમાં નજ
ર નાખતા જ જાહેર થયેલા રેન્કિંગ અને મેળવેલા સર્ટીફિકેટ પર સવાલો ઉઠી રહ્યા છે. રેસકોર્સમાં આવેલા ગાર્ડનમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા, સફાઈનો અભાવ અને ઉંદરોએ કરેલા મસમોટા દર જોવા મળે છે. ઉંદરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ત્યાં સવારે વોકિગ કરતા લોકો અને સાંજે ફરતા નાગરિકોને પણ ભયનો માહોલ અનુભવાય છે. બીજી બાજુ મનપા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની સિસ્ટમને સિદ્ધિ ગણાવી રહી છે, પરંતુ જાહેર બગીચાઓની હાલત તરફથી આંખ મીંચી રહી છે. સ્વચ્છોત્સવના નામે કરવામાં આવતા કાર્યક્રમો માત્ર દેખાડા પૂરતા જ છે. લોકો માટે મહત્વની જગ્યા એવા ગાર્ડનની હાલત જ સ્વચ્છતાના દાવા પર સૌથી મોટો પ્રશ્ર્નચિહ્ન મૂકી દે છે. જો શહેરનાની શાનમાં વધારો કરતા ગાર્ડનની જ આવી સ્થિતિ છે તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પરિસ્થિતિ કેવી હશે તેનો અંદાજ લગાવવો મુશ્ર્કેલ નથી.