રાજ્ય ગૃહ વિભાગનો મોટો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસની બિન હથીયારી એએસઆઈની સીધી ભરતી રદ્દ કરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલને બઢતી દ્વારા ખાલી જગ્યા ભરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે
રાજ્યના તમામ પોલીસ વડાઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
તેઓએ પોતાના અધિકારક્ષેત્ર હેઠળની કામગીરી પૂર્ણ કરીને 31મી ઓગસ્ટ સુધીમાં અહેવાલ સબમિટ કરવાનો રહેશે.આ નિર્ણયથી પોલીસ દળમાં અનુભવી કર્મચારીઓને વધુ જવાબદારી મળશે અને તેમની પ્રગતિના માર્ગ મોકળાશે તેવી આશા સેવાય છે. જાહેર કરેલ પરિપત્રમાં જણાવ્યુ છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એ.એસ.આઇ સંવર્ગના અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, (વર્ગ-3)ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી જ ભરવાની મંજુરી આપવામાં આવેલ છે.