-પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાટમાળમાં દબાયેલા 6 લોકોને બચાવી સારવાર માટે હોસ્પીટલે ખસેડયા
ઉતર પ્રદેશનાં મથુરામાં ગઈકાલે સાંજે 5 વાગ્યે બાંકે બિહારી મંદિર પાસે બે માળના મકાનનો જર્જરીત ભાગ તૂટી પડતાં તેની નીચે 11 શ્રધ્ધાળૂઓ દબાઈ ગયા હતા જેમાં 5 લોકોના મોત થયા છે. જયારે ગંભીર રીતે ઘાયલ 6 શ્રધ્ધાળુઓને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બાંકે બિહારી મંદિર પાસે આવેલ એક બે માળનાં મકાનનો ઉપરનો ભાગ ઘણો જર્જરીત થઈ ગયો હતો. અહી વાનરો લડી રહ્યા છે.
- Advertisement -
ત્યારે મકાનનો ઉપરનો ભાગ કડડભુસ થઈને ઘસી પડયો હતો જેની નીચે પસાર થઈ રહેલા 11 જેટલા શ્રધ્ધાળુઓ દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્કયુ કરીને ઘાયલોને હોસ્પીટલે દાખલ કરાયા હતા.ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવુ છે કે જયારે દુર્ઘટના સર્જાઈ ત્યારે લગભગ 60 લોકો ગલીમાંથી પસાર થતાં હતા. ત્યારે એક કાર ગલીમાં આવી ગઈ જેથી ભીડ રોકાઈ ગઈ આ દરમ્યાન મકાનનો ઉપરનો તૂટી પડયો હતો અને બહાર જવાનો રસ્તો ન મળતા લોકો દબાઈ ગયા હતા.