ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
વેરાવળ શહેરમાં આવેલ પ્રકાશ કોમ્પલેક્ષ રાધાકૃષ્ણ મંદિર રોડ પર આવેલ અવધ ચેમ્બર્સના ધારકો દ્વારા બિલ્ડીંગના બીજા માળનો સ્લેબ અતિ જર્જરીત થયેલ હોય નીચે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં જર્જરીત વિભાગને ઉતારી સુરક્ષિત કરવા વેપારીઓ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર તથા પાલીકા પ્રમુખ અને કલેકટરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું ..
અત્રે ઉલખનીય છે કે અવધ ચેમ્બરનો જર્જરીત રવેશ તંત્ર દ્વારા અગાઉ કાર્યવાહી કરી ઉતારેલ હોય પરંતુ આવનારા સમયમાં ચોમાસુ આવતું હોય અને બિલ્ડીંગના બીજા માળનો સ્લેબ તથા દીવાલો અતિજીર્ણ અને જર્જરીત હાલતમાં હોય કોઈ મોટી દુરર્ઘટના બને તે પહેલા તે વિભાગને ઉતારી સુરક્ષિત કરવા પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓની માંગણી કરતું આવેદનપત્ર તંત્રને સપ્રુત કરવામાં આવ્યું..