મનસુખભાઇ સુવાગીયાના વિશ્ર્વપ્રેરક જળક્રાંતિ ગ્રંથનું લોકાર્પણ, દેશના 31 રાજ્ય અને વિશ્ર્વના 200 દેશને મોકલાશે
બરડા ડુંગર તપોવનમાં મનસુખભાઇએ 97 દિવસ બેસી 215 પાનાનો જળક્રાંતિ ગ્રંથ લખ્યો
- Advertisement -
જળક્રાંતિ ગ્રંથએ એક શાસ્ત્ર છે, જેને વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં સમાવવા જેવો છે : રૂપાલા
જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ 30 વર્ષ જળરક્ષાના કર્મતપ પછી બરડા ડુંગર તપોવનમાં 97 દિવસ બેસીને 215 પાનાનો વિશ્વ પ્રેરક જળક્રાંતિ ગ્રંથ લખ્યો. જેમાં જળતત્વ, વરસાદ, વિજળી, મેઘગર્જના, નક્ષત્ર, ભૂગર્ભજળનું વિજ્ઞાન, નૂતન ચેકડેમ-તળાવ યોજના, જળક્રાંતિના આદર્શ ગામોનો પ્રેરક ઇતિહાસ, જળસંકટ મુક્ત વિશ્વ, મહાકર્મયોગી માનવ નિર્માણ અને કર્મથી ઇશ્વર પ્રામિની ગાથા આલેખી છે. આ ગ્રંથ ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં છપાવી ભારતના 31 રાજ્યો અને 200 દેશને મોકલાશે ત્યારે જલક્રાંતિ ગ્રંથ વિશ્વને જળરક્ષાની સાચી દિશા આપશે. 51 લાખ ચેકડેમ-તળાવ અને 51 લાખ ખેત તલાવડીથી ભારત અને પાંચ કરોડ ચેકડેમ-તળાવ અને પાંચ કરોડ ખેત તલાવડીથી વિશ્વ જળસંકટ મુક્તિનો જળક્રાંતિ ગ્રંથોનો સંકલ્પ છે. આ ગ્રંથનું લોકાર્પણ 31 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા કેળવણીધામ-અમદાવાદ ખાતે જળશક્તિ મંત્રી સી.આર.પાટિલની અધ્યક્ષતામાં યોજાયુ હતું. વિશ્વને જળક્રાંતિ, ગોક્રાંતિ, પ્રાકૃતિક કૃષિક્રાંતિ, દેશી કૃષિ બીજ અને આમ્રકાંતિ તથા દિવ્યગ્રામ જેવી પાંચ યોજના અને ગૌવેદ-જળક્રાંતિ જેવા વિશ્વ પ્રેરક ગ્રંથો આપવા બદલ મનસુખભાઇ સુવાગીયાનું યુગપુરુષ તરીકે બહુમાન કર્યુ હતુ.
પ્રતિભાવમાં મનસુખભાઈ સુવાગીયાએ જણાવ્યુ કે આગામી 10 વર્ષમા વિશ્વમાં શિક્ષણ-ઉદ્યોગ-વ્યાપાર સર્વ સમાન્ય થઇ જશે. ત્યારે જે દેશ પ્રાકૃતિક વૈભવ સંપન્ન હશે, તેનું અસ્તિત્વ-આત્મ ગૌરવ સુરક્ષિત રહેશે અને એવા દેશો જ વિશ્વની મહાસત્તા હશે. રાષ્ટ્ર અને પર્યાવરણ, પ્રાણ પ્રશ્નોને ઉકલવા જળક્રાંતિ ટ્રસ્ટે આપેલી પાંચ યોજના ભારત અને વિશ્વને પાણી અને પ્રકૃતિ વૈભવ સંપન્ન બનાવશે, જળક્રાંતિ ટ્રસ્ટ ભારતના સૌથી ગરીબ અને જળસંકટ ગ્રસ્ત પ્રદેશોમાં ચેકડેમ-તળાવો બનાવે છે. લોકફંડ-શ્રમદાન અને સૌથી અલ્પ ખર્ચમાં હજારો ચેકડેમ-તળાવો બાંધનાર ભારતની પ્રથમ સંસ્થા છે. તેમજ જળરક્ષા સાથે ગૌરક્ષા-પ્રાકૃતિક કૃષિ, દેશી બીજ રક્ષા, દારૂ-તમાકુ-માંસાહાર-અંધશ્રદ્ધા મુક્તિ, સનાતન સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા 10 પ્રકલ્પો સિદ્ધ કરે છે. જે ભારતને સુવર્ણભૂમિ રાષ્ટ્ર બનાવશે. જળક્રાંતિ ટ્રસ્ટને તન-મન-ધનથી સહયોગી બનવા સૌને અપીલ કરી હતી. સૌ સાથે મળીને 100 વર્ષે ટકાઉ 2.51 લાખ ચેકડેમ-તળાવ નિર્માણ કરીને ગુજરાતને જળસંપન્ન રાજ્ય બનાવવા મહાનુભાવો અને લોકોને સંકલ્પ લેવડાવ્યો હતો.
જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન મંત્રી મુળુભાઈ બેરા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કાનજીભાઈ ભાલાળાએ મનસુખભાઈ સુવાગીયાએ આપેલી જળક્રાંતિ, ગીર-કાંકરેજ ગાય ક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને કિસાન વિકાસ, કૃષિ વિકાસ, પર્યાવરણ રક્ષા, ગ્રામવિકાસ અને રાષ્ટ્રવિકાસનો પ્રાણ ગણાવી હતી. 30 વર્ષોથી ઉદ્યોગ-ઘર છોડીને રાષ્ટ્રસેવા કરતા મનસુખભાઈ સુવાગીયા સાચા કર્મતપસ્વી અને આ યુગના ઋષિ છે. જળક્રાંતિ ગ્રંથને જળક્રાંતિ ગીતા” કહીને વધાવ્યો હતો અને દરેક ઘરમાં ધર્મગ્રંથ તરીકે વસાવવા અને અનુસરવા અપીલ કરી હતી.
- Advertisement -
આરોગ્ય અને ગોરક્ષાની લોકોને પ્રેરણા આપવા 100 મહાનુભાવોનું દેશી ગાયનું ઘી અને ગૌવેદથી સ્વાગત
પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીએ મનસુખભાઈ સુવાગીયા અને જળક્રાંતિ ટ્રસ્ટની રાષ્ટ્રસેવાને દેશના વિકાસ-જીવદયાનો મૂલાધાર ગણાવી ઉદ્યોગપતિઓ-મહાજનોને સામેથી ઉદાર સાથ આપવા અપિલ કરી હતી. તેમજ જળક્રાંતિ ટ્રસ્ટને એક દિવ્યગ્રામ નિર્માણ માટે સદ્વિચાર પરિવાર તરફથી 1.51 કરોડ રૂપિયા દાન અને કચ્છના યુવાન ઉદ્યોગપતિ જગદિશભાઇ અને વિનેશભાઇ થોળુએ જળક્રાંતિ ટ્રસ્ટને 1 કરોડ રૂપિયા દાન જાહેર કર્યું હતુ. જળક્રાંતિ ટ્રસ્ટને ઉદાર સહયોગ આપનાર ચંદ્રકાંતભાઈ ગોગરી-મુંબઈ, બાબુભાઈ સાવલિયા-અમેરિકા, જગદિશભાઈ તથા વિનેશભાઈ ધોળુ-અમદાવાદ, રવજીભાઈ વસાણી-અમદાવાદ, સવજીભાઈ ધોળકિયા-સુરત, પુનિતભાઈ તથા નિમેશભાઈ ચોવટિયા-રાજકોટ, દિલીપભાઈ શાહ-મુંબઈ, અરવિંદભાઈ મહેતા-મુંબઈ, મિલનભાઈ શાહ-મુંબઇ, વજુભાઈ વધાસિયા-અમદાવાદ, ધીરૂભાઈ નારોલા-સુરત, પરેશભાઈ પટેલ-મોરબી, પરસોતમભાઈ ગેવરિયા-અમદાવાદ, ભરતભાઈ ગાજીપરા-રાજકોટ, દેવેન્દ્રભાઈ એચ. મહેતા-મુંબઈ, અરવિંદભાઈ સંઘવી-અમદાવાદ, ઘનશ્યામભાઈ ભાલાળા-અમદાવાદ, પ્રકાશભાઈ વરમોરા-ધાંગધ્રા, ગોપાલભાઈ દેસાઈ-રાજકોટ, ભરતભાઈ પી. સંઘવી-અમદાવાદ, સુરેશભાઈ સોરઠિયા-રાજકોટ, કાનજીભાઈ રંગાણી-રાજકોટ, ભરતભાઈ વી. શાહ-વડોદરાનુ સનમાન કરાયુ હતુ. આરોગ્ય અને ગોરક્ષાની લોકોને પ્રેરણા આપવા 100 મહાનુભાવો દાતાનું દેશી ગાયનું ઘી અને ગૌવેદથી સ્વાગત કરાયું હતું. તેમજ ઉપસ્થિત 2000 લોકોને ગાયનું ઘી-પ્રાકૃતિક ગોળના લાડુનું દેશી ભોજન પીરસાયું હતું. આ પ્રસંગને રવજીભાઈ વસાણી, વલ્લભભાઈ કાકડિયા અને લેઉવા પટેલ સમાજની 19 સંસ્થા, બિલ્ડર એસો.એ ઐતિહાસિક સફળ કર્યો હતો.



