સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબના આયોજનને બિરદાવતા મહાનુભાવો
ખાસ-ખબર સંવાદદાતા
સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવ પહેલા નોરતેથી જ જમાવટ કરી રહ્યો છે. ત્રીજા નોરતે નવરાત્રીનો રંગ ઘૂંટાયો હતો અને બહેનો સુર અને તાલના સથવારે ઝૂમી ઉઠી હતી. મુંબઈ અને રાજકોટના સિંગરો પણ બહેનોની ગરબાકલા જોઇને અચંબામાં પડી ગયા હતા.
ત્રીજા નોરતે બહેનોને રાસ રમતી નિહાળવા વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, મૌલેશભાઈ પટેલ, સોનલબેન પટેલ, રાકેશભાઈ પોપટ, કીર્તિબેન પોપટ, નીતિનભાઈ ભારદ્રાજ, વંદનાબેન ભારદ્રાજ, ભૂપતભાઈ બોદર, પ્રવિણાબેન રંગાણી (જીલ્લા પંચાયત પ્રમુખ), ઘનશ્યામભાઈ હેરભા, પરસોતમભાઇ કમાણી, છગનભાઈ ગઢિયા, શિવલાલભાઈ આદ્રોજા, અશોકભાઈ વૈષ્નાની, જીવણભાઈ બેચરા, વસંતભાઈ ભીમાણી, મનુભાઈ વીરપરીયા, કિશોરભાઈ પંચાસરા, પ્રેમકુમાર અગ્રવાલ, રવિભાઈ ભટ્ટ, કે.કે.જૈન, રાકેશભાઈ દેસાઈ, રાજેન્દ્રભાઈ મહેતા, દિનેશભાઈ વીરાણી સવજીભાઈ પરસાણા, જનકબા વાળા, મહેશ્ર્વરીબા વાળા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તમામના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. આ નવરાત્રી દરમિયાન મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રાએ અને કીબોર્ડ ઉપર રાજુભાઈ ત્રિવેદી ધૂમ મચાવી દીધી છે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા અને અશ્વિની મહેતા ઉપરાંત સોનલ વાળા અને નિલેષ પંડ્યાએ માતાજીનાં ગરબા રજૂ કરી રહ્યા છે.
આજે ચોથા નોરતે ગોપીરાસમાં મુખ્ય મહેમાન તરીકે ડો.પ્રદિપભાઈ ડવ, નંદલાલભાઈ માંડવીયા, પુષ્કરભાઇ પટેલ, પ્રદીપભાઈ ત્રિવેદી, વિક્રમભાઈ પુજારા, અશોકભાઈ ડાંગર, છગનભાઈ બુસા, હિતેશભાઈ બગડાઈ, ભરતભાઈ માંકડિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, દેવાંગભાઈ માકડ, વિજયભાઈ દાવડા, જમનભાઈ કણસાગરા, જમનભાઈ કણસાગરા, હિમાંશુભાઈ શેઠિયા, હિરેનભાઈ સોઢા, ગુણવંતભાઈ ભાદાણી, મગનભાઈ ધીંગાણી, મુલજીભાઈ ભીમાણી, નવીનભાઈ ઠક્કર, રમણભાઈ વરમોરા, શૈલેશભાઈ વૈષ્નાની, જીવણભાઈ પટેલ, રાજુભાઈ ગોસ્વામી, મનસુખભાઈ સાવલિયા, જયેશભાઈ કોઠારી, ભાવેશભાઈ ખુંટ, ધર્મેશભાઈ પારેખ, ભરતભાઈ હપાણી, રાજુભાઈ ભંડેરી, સુરેશભાઈ વેકરીયા, સુરેશભાઈ દોશી, આશિષભાઈ ભુતા, મીતેશભાઇ ખુંટ, વિનયભાઈ પટેલ, સવજીભાઈ પરસાણા, નીલેશભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, મનીષભાઈ રાડિયા, નટુભાઈ શાહ, ભુપતસિંહ જાડેજા, પ્રમોદભાઈ ભમ્મર, ધર્મેશભાઈ શાહ અને પ્રતાપભાઈ સિણોજીયા સહિતના મહાનુભાવો હાજરી આપશે.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, જસુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, ધીરુભાઈ હિરાણી, હર્ષિલભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, પ્રફુલભાઈ સંઘાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.