જો તમે હવાઈ મુસાફરી કરો છો, તો તમારે એરપોર્ટ પર બોર્ડિંગ અને સુરક્ષા તપાસમાં લાગતા સમયથી પરેશાન થવું પડશે. સામાન્ય રીતે આ પ્રક્રિયાઓમાં 1 થી 1.5 કલાકનો સમય લાગે છે. પરંતુ સરકાર એક નવી ટેકનોલોજી લઈને આવી છે, જે તમારો ઘણો સમય બચાવી શકે છે. આ ટેકનોલોજીનું નામ છે ડિજીયાત્રા.
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
ડિજીયાત્રા એક ખાસ પ્રકારની ટેકનોલોજી છે, જે એરપોર્ટ પર ચેક-ઇન અને બોર્ડિંગની પ્રક્રિયાને અત્યંત ઝડપી અને સરળ બનાવે છે. આ ટેકનોલોજીમાં મુસાફરનો ચહેરો તેની ઓળખ હશે, જે આઈડી પ્રૂફ અને બોર્ડિંગ પાસની જગ્યાએ કામ કરશે. એટલે કે હવે તમારે કોઈ અલગ દસ્તાવેજ બતાવવાની જરૂર રહેશે નહીં.
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ 1 ડિસેમ્બર 2022ના રોજ ડિજીયાત્રા એપ લોન્ચ કરી હતી. આ એપની મદદથી મુસાફરો માત્ર ચહેરાની ઓળખ દ્વારા બોર્ડિંગ પાસ અને આઈડી પ્રૂફ વિના એરપોર્ટમાં પ્રવેશ કરી શકે છે.
DigiYatraએ તાજેતરમાં 1 કરોડ યુઝર્સનો આંકડો પાર કર્યો છે. દરરોજ લગભગ 30,000 લોકો આ પ્લેટફોર્મ ડાઉનલોડ કરી રહ્યા છે, જે આ ટેકનોલોજીની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે. ડિજીયાત્રા સેલ્ફ સોવરેન આઈડેન્ટિટી (SSI) સિસ્ટમ પર કામ કરે છે, જે મુસાફરના ચહેરાની બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ એરપોર્ટ પર સમગ્ર પ્રક્રિયાને સંપર્ક રહિત અને સલામત બનાવે છે.
ડિજીયાત્રા ફાઉન્ડેશનના સીઈઓ સુરેશ ખડકભાવીએ જણાવ્યું હતું કે, ‘1 કરોડ વપરાશકર્તાઓનો આંકડો અમારા પ્લેટફોર્મ પર પ્રવાસીઓનો વિશ્વાસ દર્શાવે છે. અમારો ઉદ્દેશ્ય આગામી સમયમાં વધુ નવીનતાઓ લાવવાનો અને મુસાફરોને વધુ સારો અનુભવ પ્રદાન કરવાનો છે.’ તેમણે એમ પણ કહ્યું કે ‘ડિજીયાત્રાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં પણ લાવવા માટે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) સાથે ભાગીદારી કરવામાં આવી રહી છે, જે 2025 માં તેને વધુ વિસ્તૃત થશે.’
- Advertisement -
DigiYatraના શું ફાયદા
લાંબી લાઈનોથી છુટકારો, સિક્યુરિટી અને બોર્ડિંગ દરમિયાન સમયનો બચાવ.
પેપરલેસ મુસાફરી – કોઈ પણ ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર નથી.
વધુ સુરક્ષા – માત્ર સાચા મુસાફરોને જ ટર્મિનલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
સંપર્ક રહિત પ્રક્રિયા – આરોગ્ય સાથે જોડાયેલા જોખમો ઘટશે.
DigiYatra શા માટે શરૂ કરવામાં આવી?
હવાઈ મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને સંપર્ક રહિત અનુભવ પૂરો પાડવા માટે.
બોર્ડિંગ પ્રક્રિયા ઝડપી બનાવવા અને લાંબી લાઈનો ટાળવા માટે.
મુસાફરોની ઓળખ
આપમેળે અને સુરક્ષિત રીતે ચકાસવા માટે.
એરપોર્ટ પર સુરક્ષા વધુ મજબૂત બનાવવી કારણ કે તે ફક્ત અસલી મુસાફરોને જ ટર્મિનલમાં પ્રવેશવાની મંજૂરી આપશે.