દલાલો બન્યા આધુનિક વ્હોટ્સએપ, ટેલિગ્રામ સહિતના માધ્યમોથી ફોટાની આપ-લે.
પોલીસની મંજૂરી વિના ચકલું પણ ફરકી શકતું નથી જ્યારે હોટલમાં દેહવ્યાપારનો ધંધો ખુલ્લેઆમ.
ડિમાન્ડ મુજબની ઉંમરવાળી છોકરીઓ અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાંથી વચેટિયાઓ ઉપલબ્ધ કરાવી આપે છે.
ખાસ-ખબર સંવાદદાતા
શહેરની સદર બજારમાં આવેલી પાર્ક-ઈન હોટલમાંથી તાજેતરમાં કૂટણખાનુ ઝડપાયું હતું. જેમાં પોલીસે બે દલાલો અને હોટલ મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. શહેરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી અનેક હોટલોમાં મેનેજરથી લઈને પોલીસ સુધીમાં દલાલોનું જબરૂ સેટીંગ હોવાને લીધે તેઓ દેહવ્યાપારનો ધંધો બેખોફ રીતે ચલાવી રહ્યા છે અને ડિમાન્ડ મુજબની ઉંમરવાળી છોકરીઓ અમદાવાદ, વડોદરા, દિલ્હી સહિતના શહેરોમાંથી ઉપલબ્ધ કરાવી આપે છે. પાર્ક ઈન હોટલની જેમ શહેરની અનેક હોટલોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે તો અનેક કૂટણખાના ઝડપાય. તાજેતરમાં સદર બજારમાં આવેલી પાર્ક ઈન હોટલમાં મહારાષ્ટ્ર તરફની એક સગીરાને બંધક બનાવી રાખી હોવાની બાતમી મુંબઈના એનજીઓને મળતાં તેમણે બુધવારે સાંજે સ્થાનિક મહિલા પોલીસને સાથે રાખી પાર્ક ઈન હોટલમાં દરોડા પાડ્યા હતાં. જેમાં અઢી મહિનાથી કેદ સગીરાને મુક્ત કરાવી હતી. મહિલા પોલીસ દ્વારા હોટલના અન્ય રૂમની તલાશી લેતાં રૂમ નં. 102માંથી દેહવ્યાપારના ધંધામાં સંકળાયેલી એક મહિલા અને બે દલાલો ઝડપાયા હતા. જેથી પોલીસે આ અંગે વધુ તપાસ કરતાં ભોગ બનનાર મહિલાને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી. બે દલાલ અને હોટલ મેનેજર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
ત્યારે શહેર પોલીસ દ્વારા બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી અનેક હોટલોમાં તલાશી લેવામાં આવે તો આવા અનેક કૂટણખાના ઝડપાય. આ શહેરમાં પોલીસની મંજૂરી વિના ચકલું પણ ફરકી શકતું નથી ત્યારે દેહવ્યાપારનો ધંધો ચલાવનારા દલાલોનું હોટલ મેનેજરથી લઈ નજીકના પોલીસ સ્ટેશનમાં સેટીંગ હોવાને લીધે તેઓ બેખોફ રીતે કૂટણખાનુ ચલાવી રહ્યા છે. આ દલાલો યુવતીઓ અને મહિલાઓના ફોટાઓની આપ-લે વ્હોટ્સએપ, ટેલિગ્રામ સહિતના માધ્યમોથી ગ્રાહકોને કરે છે અને ગ્રાહકોની ડિમાન્ડ મુજબની ઉંમરવાળી છોકરીઓ રૂા. 1500થી લઈ 50 હજાર સુધીની કિંમત વસુલી અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી વગેરે સહિતના શહેરોમાંથી ઉપલબ્ધ કરાવી આપે છે.
બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી હોટલોમાં ચેકિંગ હાથ ધરાય તો અનેક કૂટણખાના ઝડપાય…
દલાલો વ્હોટ્સએપમાં બ્રોડકાસ્ટ ગ્રુપ મારફતે ગ્રાહકોને આકર્ષે છે.
દેહવ્યાપારનો ધંધો ચલાવનાર દલાલો તેના મિત્ર સર્કલોને વ્હોટ્સએપ માધ્યમના બ્રોડકાસ્ટ ગ્રુપમાં એડ કરી આપે છે ત્યારબાદ દરરોજ અલગ-અલગ યુવતીઓ તથા મહિલાઓના કિંમત સાથે અશ્ર્લીલ ફોટો મોકલી જાહેરાત કરી ગ્રાહકોને આકર્ષે છે જેમાં ગ્રાહકની જરૂરિયાત મુજબ ફાર્મ હાઉસ, પોશ વિસ્તારના ફલેટ સહિતના સ્થળોએ આ યુવતીઓને પહોંચાડવાની વ્યવસ્થા દલાલો કરી આપે છે.
- Advertisement -
શહેર પોલીસ દ્વારા બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી અનેક હોટલોમાં તલાશી લેવામાં આવે તો આવા અનેક કૂટણખાના ઝડપાય. આ શહેરમાં પોલીસની મંજૂરી વિના ચકલું પણ ફરકી શકતું નથી ત્યારે દેહવ્યાપારનો ધંધો ચલાવનારા દલાલોનું હોટલ મેનેજરથી લઈ નજીકના પોલીસ સ્ટેશનમાં સેટીંગ હોવાને લીધે તેઓ બેખોફ રીતે કૂટણખાનુ ચલાવી રહ્યા છે.
આ દલાલો યુવતીઓ અને મહિલાઓના ફોટાઓની આપ-લે વ્હોટ્સએપ, ટેલિગ્રામ સહિતના માધ્યમોથી ગ્રાહકોને કરે છે અને ગ્રાહકોની ડિમાન્ડ મુજબની ઉંમરવાળી છોકરીઓ રૂા. 1500થી લઈ 50 હજાર સુધીની કિંમત વસુલી અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી વગેરે સહિતના શહેરોમાંથી ઉપલબ્ધ કરાવી આપે છે.
કુખ્યાત પાર્ક ઈન હોટલમાંથી દારૂની બોટલ મળી
બુધવારે મુંબઈ એનજીઓ અને સ્થાનિક મહિલા પોલીસે સદર બજારમાં આવેલી પાર્ક ઈન હોટલમાં દરોડા પાડી સગીરાને મુક્ત કરાવી હતી ત્યારે રૂમ નં. 102માંથી કૂટણખાનુ ઝડપાયું હતું જેમાં વધુ તપાસ દરમ્યાન આ રૂમમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી જેથી હોટલના મેનેજર મેહુલ ચોટલિયાની ધરપકડ કરી પોલીસે તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ હોટલ દારૂ પાર્ટી, ક્રિકેટનો સટ્ટો, કૂટણખાના જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિ માટે કુખ્યાત છે. પોલીસ દ્વારા છેલ્લાં 3 મહિનાના હોટલના સીસીટીવી ચેક કરવામાં આવે તો અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ બહાર આવે.
હોટલ સંચાલકો પણ મોટો ભાગ ભજવતા હોય છે
કપલ ફ્રેન્ડલી રૂમ, લોકલ આઈડી ચાલશે, 100% સેફ અને પ્રાઈવસી આવા વાક્યો લખી ગ્રાહકોને ઈન્ડાયરેક્ટલી મેસેજ આપે છે. ઘણી વખત સંચાલકો પોતે જ દારૂની તથા પ્રોસ્ટીટયુટરની વ્યવસ્થા પણ કરી આપતા હોય છે. દલાલો પણ હોટલ સંચાલકના સંપર્કમાં હોય છે.
ગ્રાહક દીઠ 500થી લઈ 2000 રૂપિયા
દેહવ્યાપારનો ધંધો ચલાવનાર દલાલો પાસેથી હોટલના મેનેજર પ્રતિ ગ્રાહક દીઠ રૂમનું ભાડુ રૂા. 500થી લઈને 2000 રૂપિયા સુધી વસુલે છે જેમાં પોલીસથી લઈ તમામ પ્રકારની જવાબદારી હોટલના મેનેજર તરફથી લેવામાં આવતી હોય છે.