- સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવાની દિશામાં જે અભિયાન ચાલી રહ્યું છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દેશના 75 જીલ્લાઓમાં હવે રાત-દિવસ બેંકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત 75 ડીજીટલ બેંકિંગ યુનિયનો પ્રારંભ કરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવાની દિશામાં જે અભિયાન ચાલી રહ્યું છે.
તેને ડીજીટલ બેંકિંગથી નવુ બળ મળશે અને તે દિશામાં વધુ એક મોટુ કદમ છે. ઓછા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વધુ સેવા મળી રહેશે. તેઓએ કહ્યું કે છેવાડાના માનવીને પણ સરકારી સેવા આપવાની નીતિ છે. અને તે દિશામાં જ સરકાર આગળ વધી છે. બેંકિંગ સેવાઓને ખુણે-ખુણે તથા ઘર-ઘર સુધી પહોંચાડવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. આજે દેશના 99 ટકાથી વધુ ગામોમાં પાંચ કિલોમીટરના વિસ્તારમાં બેંક શાખા કે બેંક મિત્ર મોજુદ છે. વ્યવસ્થામાં સુધારા, પારદર્શકતા તથા છેવાડાના લોકો સુધી પહોંચવાનો સંકલ્પ છે.
- Advertisement -
ડીજીટલ બેંકિંગ યુનિયમાં 24 બેંકો સામેલ થઇ છે અને 48 જીલ્લાઓમાં શરુ પણ થઇ ગઇ છે. આ પ્રકારની બેંકિંગથી ડીજીટલ સેવામાં વૃધ્ધિ સાથે સાયબર સુરક્ષા તરફ જાગૃતિ વધશે. આ સેવાથી અનેક પ્રકારની ઝંઝટ દૂર થશે. નાણાંકીય લેવડદેવડથી માંડીને ફરિયાદો સુધીની 17 પ્રકારની સુવિધા મળશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જે લોકો પાસે સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટર નથી તેઓને ડીજીટલ બેંકિંગ યુનિટ મદદરુપ બનશે. બેંકની લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે.
કઇ-કઇ સુવિધા મળશે ?
* બચત સહિતના બેંક ખાતા ખોલી શકાશે
* બેંક બેલેન્સ જાણી શકાશે, ડીજીટલ કીટ મળશે
* મશીનથી નાણાં જમા-ઉપાડ થઇ શકશે
* ક્યાંય પણ સરળતાથી નાણાં મોકલી શકાશે
* પાસબુક જાતે પ્રિન્ટ કરી શકાશે
* રોકાણ માટે વિકલ્પ મળી શકશે
* ધિરાણની લેવડદેવડ સરળ બનશે
* ચેકના સ્ટોપ પેમેન્ટની સુચના આપી શકાશે
* ક્રેડિટ-ડેબિટ કાર્ડની અરજી થઇ શકશે
* બીલ તથા ટેક્સ ચુકવણી થઇ શકશે
* ખાતાની કેવાયસી પ્રક્રિયા જાતે કરી શકાશે
* ડીજીટલ ફરિયાદ કરવાનું આસાન થશે
* અટલ પેન્શન સહિતની સરકારી યોજનાના લાભ