ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમળી નાખ્યું છે ત્યારે સોમવાર રાત્રિના હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ દે ધના ધન ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેના પગલે હળવદ સરા વચ્ચે આવેલ દિધડિયા ગામની બ્રાહ્મણી નદી બે કાંઠે ત્રણ ફૂટ પાણી થી વહેવા લગતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો અને દીઘડીયા તેમજ આજુબાજુના ગામ લોકો સંપર્ક વિહોણા બની ગયા હતા ,ઉપરવાસમાં રાત્રીના સમયે સારો વરસાદ થતાં બ્રાહ્મણી નદીમાં 3 ફુટ ઉપરથી પાણી વહેતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. વાહન ચાલકો પરેશાન બન્યા હતા,હળવદ સરા ને જોડતો રસ્તો સંપૂર્ણ બ્લોક થતા વહાન વ્યવહાર સુપર્ણ બંધ રહ્યો હતો. જેના કારણે આજુબાજુનું લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
હળવદથી સરા વચ્ચે દિઘડીયાની નદી બે કાંઠે વહેતી, વાહનવ્યવહાર બંધ
