ડુંગળીના ભાવ પ્રતિ 20 મણે માત્ર 20 રૂ. હજાર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કર્યુ છે. ત્યારે હાલ માળીયા હાટીના તાલુકામાં ડુંગળી ઉપાડવાનું કામ પુર જોષમાં ચાલી રહ્યું છે. એવા સમયે ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે માળીયાના લાઠોદ્વાના ખેડૂતોના મતે હાલ ડુંગળીના ભાવ પ્રતિ 20 મણના ત્રણ હજાર મળી રહ્યા છે. ત્યારે ડુંગળીના વાવેતરમાં ખર્ચ થયેલ તેની જગ્યાએ ખુબ ઓછા છે. ખેડૂતનું કહેવુ છે સાત હજાર મળે તો જ પોશાય તેમ છે. જયારે લાઠોદ્રાના ખેડૂતે 12 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યુ હતુ. જેની સામે 80 ખાંડીનું ઉત્પાદન થયુ હતુ. ત્યારે હાલ ડુંગળીના ભાવ 2500 થી 3000 આસપાસ જોવા મળી રહ્યા છે. જે ખુબ જ ઓછા છે ત્યારે સરકારે ખેડૂતો સામે જોઇને ડુંગળીના ભાવ 6 થી 7 હજાર આપવાની માંગણી કરી હતી.