-કલ્યાણ લોકસભા બેઠક પર સાંસદ શ્રીકાંત શિંદે સામે ભાજપના સ્થાનિક એકમનો પ્રસ્તાવ
મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહની આજે નાંદેડમાં જાહેરસભા પુર્વે જ શાસક ભાજપ-શિવસેના જૂથ વચ્ચે ટકરાવના સંકેત છે અને તેના કેન્દ્રમાં રાજયના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે આવ્યા છે. હાલમાં જ ડોંબીવલીના ભાજપના નેતા ચંદ્ર જોષી સામે એક છેડછાડના કેસમાં પોલીસ ફરિયાદ થઈ હતી.
- Advertisement -
જેમાં આ ફરિયાદ શિવસેના (શિંદેજૂથ) એ કરાવી હોવાનું માનીને કલ્યાણ લોકસભા બેઠકના સાંસદ તથા મુખ્યમંત્રીના પુત્ર શ્રીકાંત શિંદેને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્થાનિક મંડળે ટેકો નહી આપવાનો પ્રસ્તાવ પસાર કરતા આ વિવાદ સર્જાયો હતો અને શ્રીકાંત શિંદેએ આ તમામ આક્ષેપો નકારી કાઢતા ગઠબંધન જોડાણના હિતમાં રાજીનામુ આપવાની તૈયારી બતાવી છે. શાળાઓ જ મહારાષ્ટ્રમાં મુંબઈ મહાપાલિકાથી લોકસભા અને બાદની ધારાસભા ચૂંટણી એક સાથે જ લડવાની ભાજપ-શિવસેનાની જાહેરાતના કલાકોમાં આ વિવાદ સામે આવ્યો છે.
કલ્યાણ લોકસભા ક્ષેત્રની એક બેઠક મહારાષ્ટ્રના ભાજપના અગ્રણી અને કેબીનેટ મંત્રી રવિન્દ્ર ચવ્હાણની ઉપસ્થિતિમાં આ પ્રસ્તાવ પસાર કરાયો હતો અને આ રીતે શ્રીકાંત શિંદેને નિશાન બનાવાયા હતા તથા શિવસેનાના ટેકેદારો ભાજપ સામે ‘બદલો’ લઈ રહ્યા હોવાનો આરોપ પણ મુકયો હતો તેનો જવાબ આપતા શ્રીકાંત શિંદેએ કહ્યું કે મને કોઈ પદની લાલચ નહીં.
તથા ગઠબંધનના હિતમાં તેઓ આજે પક્ષના નેતાઓ જે નિર્ણય કરે તે મને સ્વીકાર્ય છે અને જો મને ટિકીટ નહી મળે તો સર્વસંમતથી જે કોઈ ઉમેદવાર હશે તેનો હું પ્રચાર કરીશ. મારો પ્રવાસ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી દેશનું સુકાન સંભાળે તે જ હશે તથા મહારાષ્ટ્રમાં શિવસેના- ભાજપ સરકાર પણ લોકોના કામ કરતી રહે તે હું જોવા માગું છું.