માત્ર ત્રણ ઈંચ વરસાદમાં શહેરમાં અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા
અનેક વાહનો ફસાયા, તો ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઈકાલે બપોર બાદ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો જેથી ચારેબાજુ ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ બીજીબાજુ રાજકોટના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાતા મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. રાજકોટમાં પ્રિ-મોન્સુન કામગીરીના પોકળ દાવા વચ્ચે ગઈકાલે માત્ર 3 ઈંચ વરસાદમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો ફસાયા હતા. પહેલાં જ વરસાદમાં પાણી ભરાયા હતા. અન્ડરબ્રીજ અને વોંકળા પાણીથી ભરાઈ ગયા હતા. મવડી રોડ પર આવેલા બાપા સીતારામ ચોક, નાના મૌવા મેઈન રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના વાહનો ફસાયા હતા તથા ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ હતી. આ દૃશ્યો જોતાં લાગી રહ્યું છે કે રાજકોટ પાલિકાનો પ્રિ-મોન્સુન પ્લાન માત્ર કાગળ પર જ છે.
આમ રાજકોટના લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.