દેશી દારૂ વેંચાણ કરતા ચાર શખ્સો જ્યારે નશાની હાલતમાં એક વિરુઘ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઈનચાર્જ પીઆઇ એમ.બી.વીરજા સહિતની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવની યોજી હતી જે દરમિયાન નવલગઢ ગામ નજીક સરકારી પડતર જમીન પરથી દેશી દારૂ 3 લિટર કિંમત 600 રૂપિયાનો જપ્ત કરી સંજયભાઈ પ્રકાશભાઈ કુડેચા રહે: નવલગઢ વાળા વિરુધ ગુન્હો નોંધ્યો હતો. જ્યારે એંજાર ગામે રહેણાક મકાનમાંથી દેશી દારૂ 2 લિટર કિંમત 400 રૂપિયાનો જપ્ત કરી દીપકભાઈ ધનજીભાઈ સુરેલા વિરુધ ગુન્હો નોંધાયો હતો. તેમજ કોંઢથી જીવ ગામ તરફના રસ્તે 8 લિટર દેશી દારૂ કિંમત 1600 રૂપિયા સાથે મહેન્દ્રસિંહ ધીરૂભા પરમાર રહે: જીવા વાળાને ઝડપી પાડ્યા હતા. વાવડી ગામેથી રમેશભાઈ દેવજીભાઈ રબારી ઇસદ્રા ગામ વાળાને 5 લિટર દેશી દારૂ કિંમત 1000 રૂપિયાનો જપ્ત કરી ગુનો નોંધાયો હતો આ સાથે એજાર ગામના બસ સ્ટેન્ડ પાસેથી દિલીપભાઈ હકાભાઈ વાઘેલા રહે: હળવદ વાળાને નશાની હાલતમાં ઝડપી લઇ ગુન્હો નોંધી તમામ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -



