ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત 69મી અખિલ ભારતીય રમતની શાળાકીય રાજ્યકક્ષા સ્પર્ધા (અંડર-17)માં ધાંગધ્રા શિશુકુંજ શાળાના એથ્લેટિક્સ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં ઇન-સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ મેળવનાર ખેલાડી ગરીયા ભરત રણછોડભાઈએ 37.03 મીટર હેમર થ્રો કરીને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે વણઝારા અમન પ્રકાશભાઈ દ્વારા 1.77 મીટર હાઇ જમ્પ કરી પ્રથમ ક્રમાંક તથા 110 મીટર હર્ડલ્સ રેસમાં તૃતીય સ્થાન મેળવ્યું હતી આ સાથે સુમેરા પ્રશાંત મેહુલભાઈએ 23.79 સેક્ધડમાં 200 મીટર દોડ પૂર્ણ કરી સિલ્વર મેડલ મેળવી ધ્રાંગધ્રાનું નામ રોશન કર્યું હતું. આ સફળતા બાદ ત્રણેય ખેલાડીઓને હવે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.
ધ્રાંગધ્રાના ખેલાડીઓ એથ્લેટિક્સ રમતમાં રાજ્ય બહારની સ્પર્ધામાં ભાગ લેશે
