ચેરમેન – વાઇસ ચેરમેનની ટર્મ પૂર્ણ થયાને એક વર્ષ વીતી ગયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ગુજરાત રાજ્યની અનેક સહકારી ક્ષેત્ર એટલે કે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓ અધ્ધરતાલ પડી છે જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ટ્રમ પૂર્ણ થયાને વર્ષ વીતી ગયું છતાં હજુ સુધી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. આ પ્રકારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં પણ કઈક આવી જ દશા છે. ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ વર્ષો પૂર્વે માત્ર કાગળો પર ચાલતું હતું જે માર્કેટિંગ યાર્ડને પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા અને અઙખઈના વર્તમાન ડિરેક્ટર મહેશભાઈ પટેલ દ્વારા મહામહેનતે મંજૂરી લઈ બાંધકામ શરૂ કરાવ્યું હતું જોકે આજે ધ્રાંગધ્રાનું માર્કેટિંગ યાર્ડ જણશીના આવકથી ધમધમી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડ નિર્માણ બાદ ચેરમેન તરીકે કનકસિંહ ઝાલા અને વાઇસ ચેરમેન તરીકે મનીષભાઈ પટેલ કાર્યરત છે. પરંતુ આ બંને હોદેદારોની ટર્મ પૂર્ણ થયાને એક વર્ષ વીતી ગયું છતાં આજદિન સુધી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. ગત ઓટોમ્બર – 2024માં બંને હોદેદારોની ટર્મ પૂર્ણ થવાની જાણ સરકાર સુધી કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી ચૂંટણી નહીં થતા નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના હોદ્દા અધ્ધરતાલ છે. સાથે વર્તમાન હોદેદારો નવી ચૂંટણી ન આવે ત્યાં સુધી કાર્યરત રહી શકે છે પરંતુ કોઈ નવો નિર્ણય લઈ શકતા નથી જેથી ધ્રાંગધ્રા માર્કેટિંગમાં વધારાનો નિર્ણય લેવા માટે માર્કેટિંગ યાર્ડન નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની બનવા સુધીની રાહમાં એક વર્ષ વીતી ચૂક્યું છે અને હજુ કેટલો સમય વિતશે તે જોવું રહ્યું ?
- Advertisement -
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અંગે વેપારી પેનલના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર બળવંતસિંહ પઢિયાર દ્વારા જણાવ્યું હતું કે ” ગત વર્ષ 2024માં બંને હોદેદારોની ત્રણ પૂર્ણ થઈ ચૂકી છે અને આ અંગે સરકારમાં જાણ પણ કરવામાં આવી છે, જ્યાં સુધી ચૂંટણી જાહેર ન થાય ત્યાં સુધી વર્તમાન હોદ્દેદારોને ચાલુ રાખવામાં આવે છે પરંતુ કોઈ વધારાનો ખર્ચ કરવા માટે નિર્ણય લઈ શકાતો નથી, સાથે જ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થતા તેઓ સહકારી ક્ષેત્રમાં મંત્રી હોવાથી હવે ગુજરાતમાં બાકી રહેલી તમામ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પ્રક્રિયા થશે.