પ્લોટ ખરીદી કરી પૂરા રૂપિયા નહીં ભરનાર પ્લોટ પર નાખવામાં આવેલી રાઇડ્સ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે લોકમેળા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા છે પરંતુ હવે લોકમેળા પૂર્ણ થયા બાદ પ્લોટ ધારકો અને નગરપિકા વચ્ચે વાતાવરણ તંગ હોવાનું આંતરિક સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે જેમાં ધ્રાંગધ્રા ખાતે લોકમેળાના આયોજન પૂર્વે વેચાણ થયેલ પ્લોટ આશરે પોણા બે કરોડના ખર્ચે જુદા જુદા પ્લોટ ધારકો દ્વારા ખરીદવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક પ્લોટ ધારકો દ્વારા પ્લોટ હરરાજીમાં ભાગ લઈ પ્લોટ ખરીદી કર્યા બાદ થોડા અંશે પ્લોટના રૂપિયા ભરી લોકમેળામાં રાઇડ્સ નાખી હતી. જોકે લોકમેળો પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી પ્લોટ ધારકોએ નગરપાલિકાને રૂપિયા પૂર્ણ રૂપે જમા નહીં કરાવ્યા હોવાથી નગરપાલિકા તંત્રે રાઇડ્સ જપ્ત કરી હતી. નગરપાલિકાના કર્મચારીઓને મેળાના મેદાન ખાતે ખડે પગે ચોકીદારી રાખી રાઇડ્સ ખોલવા માટે મંજૂરી નહીં આપી જ્યાં સુધી પ્લોટના રૂપિયા પૂર્ણરૂપે જમા ન થાય ત્યાં સુધી રાઇડ્સ ખોલવા માટે તંત્ર દ્વારા મનાઈ કરી હતી. આ તરફ પ્લોટ ધારકો અને રાઇડ્સ સંચાલકો દ્વારા હરરાજી સમયે ઉલાળા ભરીને મોટા તગડા રૂપિયા આપી પ્લોટની ખરીદી તો કરી લીધી હતી પરંતુ હવે રૂપિયા ભરપાઈ કરવાની સમય આવતા તંત્રની લાલાખથી બરોબરના ભરાયા હતા.