રાજ્યના કૃષિ મંત્રીને લેખિત પત્ર પાઠવી રજુઆત કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
રાજ્યમાં ગત ચોમાસે થયેલ ભારે વરસાદના લીધે ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું હતું. જે બાદ રાજ્ય સરકારે સર્વે કામગીરી હાથ ધરી કેટલાક ખેડૂતોને વળતર પણ ચૂકવ્યું છે પરંતુ મોટાભાગે ખેડૂતોએ સર્વે કામગીરી નહિ કરી સાથે વળતર પૂરતું નહિ મળ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો જે અંગે ધ્રાંગધ્રા તાલુકાના આશરે 36 ગામના ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે હોબાળો પણ કરાયો હતો જે બાદ બીજા દિવસે તમામ 36 ગામના સરપંચો દ્વારા તેઓના ગામોને પાક નુકસાનીનું વળતર નહિ મળ્યું હોવાની રજૂઆત વિસ્તરણ અધિકારી સમક્ષ કરાઈ હતી.
- Advertisement -
જ્યારે આ મામલે ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી રઘવનીભાઈ પટેલને રી સર્વેની માંગણી કરાઇ છે ધારાસભ્ય દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ઓગસ્ટ અને ઓક્ટોમ્બર મહિના દરમિયાન પડેલ વરસાદના લીધે ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળતું નથી જે બાબતે ફરીથી સર્વે કામગરી કરી નુકશાન થયેલ ખેડૂતોને પૂર્ણ રૂપે વળતર આંકવામાં આવે તેવી માંગ સાથે લેખિત રજૂઆત કરાઈ છે. આ તરફ ધારાસભ્યે રી સર્વે કરવાની કામગીરીને લઈને કૃષિ મંત્રીને આપેલી લેખિત રજૂઆતને લઈને ખેડૂત આગેવાન જે.કે.પટેલ દ્વારા ઓગસ્ટ અને ઓક્ટોમ્બર મહિનાના પાક નુકશાની લઈને ખેડૂતો દ્વારા હવે આ પાકને કાઢીને શિયાળુ પાકનું વાવેતર કરી ચૂકાયુ હોવાથી રી સર્વે કરવાની પ્રક્રિયા થઈ શકે તેમ નહિ હોવાથી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પર આકરા પ્રહારો કર્યા હતા.