ખેડૂતોએ ખાનગી કંપનીને ખેતરમાં પ્રવેશબંધી અંગે બેનર લગાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામના સીમ વિસ્તારમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેતરોમાં વીજ પોલ ઊભા કરવા માટે ખાડા ખીડવા માટે જે સી.બી સહિતના સાધનો લઇ પહોંચી ગયા હતા પરંતુ ખેડૂતો દ્વારા કંપની દ્વારા આપવામાં આવતું વળતર યોગ્ય નહિ હોવાનું જણાવી ગુરુવારે ખાનગી કંપનીનું કામ બંધ કરાવ્યું હતું ત્યારે ખેડૂતોના ઉગ્ર વિરોધથી કામોની દ્વારા કામ બંધ કરી બીજા દિવસે પણ ફરીથી જે.સી.બી સહિતના વાહનો લઇ પરત ફરતા ખેડૂતો દ્વારા ફરીથી નિર્ણય ન આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાનું જણાવી દરેક ખેડૂતો વાડીએ જઈ વિરોધ નોંધાવી કામ શરૂ કરવા દીધું ન હતું આ સાથે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં કંપનીના કોઈપણ કર્મચારીને અથવા તો વાહનોને પ્રવેશ બંધી હોવાના બેનર માર્યા હતા. આ સાથે ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે જ્યાં સુધી તેઓને યોગ્ય વળતર આપવાની માંગ સ્વીકારશે નહિ ત્યાં સુધી કંપનીનું કામ શરૂ કરવા દેવામાં આવશે નહિ અને જરૂર પડે તો આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.