વરસતા વરસાદે પણ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરોની સ્નેહમિલનમાં હાજરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક વધારવાની તૈયારી પણ શરૂ કરી છે તેવામાં ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા બ્રમ્હ સમાજની વાડી ખાતે સ્નેહમિલનને આયોજન કરાયું હતું. જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા તથા ધ્રાંગધ્રા – હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરોમારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે શહેર ભાજપ સંગઠનના પૂર્વ અને વર્તમાન હોદેદારોએ પણ હાજરી આપી હતી. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા તમામ ભજો કાર્યકરોને નવ વર્ષની શરૂઆત સાથે વધુ જોમ અને જુસ્સાથી ભજો માટે કામ કરવાની અપીલ કરી હતી. જ્યારે સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો દ્વારા પણ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે ઉમેદવારો અંગે અંદરોઅંદર ચર્ચાઓ થવા લાગી હતી. ત્યારે સ્નેહ મિલન દરમિયાન નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સંગઠનના ઉપપ્રમુખ અનિલભાઈ રાજગોર દેવાભાઈ વ્યાસ સહિતનાઓ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.



