ધોરાજી ઉપલેટા વિસ્તારમાં નાયબ કલેક્ટર નાયબ પોલીસ વડા મામલતદાર ની ટીમ એ ખનીજ ચોરી મામલે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી આઠ ડમ્પર સહિત રૂપિયા 1.16 કરોડ નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
- Advertisement -
ધોરાજી ઉપલેટા પંથકમાં ભાદર મોજ વેણુ નદીઓમાંથી વ્યાપક ખનીજ ચોરીની ફરિયાદોના પગલે ધોરાજી નાયબ કલેકટર જી.વી. મિયાણી જેતપુર નાયબ પોલીસ વડા સાગર બાગમાર, ધોરાજી મામલતદાર જોલપરા, ઉપલેટા મામલતદાર માવદીયા, સહિતના અધિકારીઓની ટીમે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી ને ધોરાજી ઉપલેટા વિસ્તારના અલગ-અલગ રોડ પરથી રેતી ખનીજ ભરેલા ઓવરલોડ અને રોયલ્ટી વિના 8 ટ્રક સહિતનો 1.16, 33,475 /- નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.