મંગેતરના ઘરે જઈ હું આપઘાત કરી લઈશ અને તમારા બધાના નામ લખતો જઈશ ધમકી આપી, સગાઇ તૂટી જતા નોંધાવી ફરિયાદ : પાટણવાવ પોલીસે કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ પંથકમાં રહેતી 16 વર્ષની સગીરાને ભગાડી જઈ આરોપીએ દુષ્કર્મ આચરતાં પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બે માસ પહેલા ગામનો જ શખ્સ ભગાડી લઇ ગયો હતો બાદમાં પોલીસે તેને શાપરથી ઝડપી લીધો હતો. ધોરાજીના પાટણવાવ પંથકની 16 વર્ષની સગીરાના વાલીએ વિજય સોલંકી નામના શખ્સ સામે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, સગીર પુત્રીને બે માસ પહેલા જ તે જ ગામમાં રહેતા વિજય સોલંકી નામનો શખ્સ લગ્નની લાલચ આપી તેનું અપરણ કરી નાસી છૂટ્યો હતો જે બાદ પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી દરમિયાન બંને શાપરથી ઝડપાઇ ગયા હતા બાદમાં બંને એક જ સમાજના હોવાથી સમાધાન કરી લીધું હતું ત્યાર પછી સગીરાના પરિવારજનોએ તેણીની જુનાગઢ ખાતે અન્ય યુવક સાથે સગાઈ કરાવી હતી જેની જાણ આરોપીને થતા તે અવારનવાર સગીરાના મંગેતરના ઘરે જઈ હું આપઘાત કરી લઈશ અને સ્યુસાઇડ નોટમાં તમારા બધાના નામ લખતો જઈશ તેવી ધમકી આપતો હતો જેથી સગીરાની સગાઈ તૂટી ગઈ હતી. જેથી અંતે આરોપીના ત્રાસથી કંટાળી સગીરાના પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ અન્વયે પીઆઈ મયુર ચૌહાણ અને ટીમે ગુનો નોંધી આરોપી વિજય સોલંકીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



