80 વર્ષના ગૌરવવંતા ઈતિહાસના સાક્ષી બનશે 50,000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વર્ષ 1946માં મોહનભાઈ ગોકળભાઈ પટેલના નેતૃત્વમાં એક નાનકડા છાત્રાલયથી શરૂ થયેલી લેઉવા પટેલ કેળવણી મંડળ સંસ્થા આજે વટવૃક્ષ બની છે. સંસ્થાના 80 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી દિવસોમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ’ભવ્ય સ્નેહમિલન’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 2 એકરમાં ફેલાયેલા આધુનિક શૈક્ષણિક સંકુલમાં અત્યાર સુધી 50,000થી વધુ વિદ્યાર્થીઓએ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવ્યું છે.
સંસ્થાનું ગૌરવ: અહીંથી શિક્ષિત થયેલા વિદ્યાર્થીઓ આજે રાજ્ય સરકારમાં મંત્રી, સાંસદ અને ધારાસભ્ય જેવા ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉદ્યોગ ક્ષેત્રે દેશ-વિદેશમાં સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે. દાયકાઓ પછી જૂના સહપાઠીઓ અને ગુરુજનોને મળવાનો આ પ્રસંગ ભાવનાત્મક મિલન બની રહેશે.
આયોજન અને નેતૃત્વ: ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પટેલ અને મેનેજિંગ ટ્રસ્ટી જીમીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મિલન સોજીત્રા, કેતન રાબડીયા અને તેમની ટીમ આ કાર્યક્રમને યાદગાર બનાવવા રાત-દિવસ જહેમત ઉઠાવી રહી છે. આ ઉત્સવ ધોરાજીમાં શિક્ષણ અને સંસ્કારના સમન્વયની સ્મૃતિઓ તાજી કરશે.



