ગત વર્ષ કરતાં આ વખતે 4 કરોડ વધુ ટેકસ ભર્યો: ઝારખંડનો સૌથી મોટો કરદાતા બન્યો
ખાસ-ખબર સંવાદદાતા
એમ એસ ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભલે છોડી દીધુ હોય પરંતુ કમાણી કરવામાં હજુ પણ આગળ છે. દરવર્ષ ધોનીની આવક સતત વધી રહી છે. આ જ કારણ છે કે તેઓ આજે પણ સૌથી વધુ ટેકસ ચૂકવે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ધોનીએ ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે 4 કરોડ રૂપિયા વધુ ટેકસ ચૂકવ્યો છે. જયાં તેણે ગત વખતે 13 કરોડ રૂપિયા ભર્યા હતા, આ વખતે તેણે 17 કરોડ રૂપિયા ભર્યા છે. ધોનીએ ગયા નાણાકીય વર્ષ કરતાં આ વખતે 4 કરોડ રૂપિયા વધુ ટેકસ ચૂકવ્યો છે. આ કારણે તેની કમાણી 30 ટકા સુધી વધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મૂકયા બાદથી ધોની પોતાના રાજય એટલે કે ઝારખંડનો સૌથી મોટો કરદાતા બની ગયો છે.
- Advertisement -
હવે સવાલ એ છે કે ધોની કયાંથી કમાય છે? તો તેની કમાણીનોસ્ત્રોત આઈપીએલ છે. આ સિવાય તેમની પોતાની બ્રાન્ડ અને બિઝનેસ છે. જેમાં તેની પોતાની સ્પોર્ટ્સ બ્રાન્ડ 7, ઓર્ગેનિક ફાર્મિંગ, ડેરી પ્રોડકશન, ક્રિકેટ એકેડમી અને ફિલ્મ પ્રોડકશન માટે પ્રોડકશન હાઉસ જેવી વસ્તુઓનો સમાવેશ થયા છે. આ સિવાય તાજેતરમાં જ ધોનીએ બેંગ્લોરમાં પોતાના નામે ગ્લોબલ સ્કૂલ પણ ખોલી છે.