“5 તારીખ સુધીમાં ફી નહીં ભરો તો અમે એવું સમજશું કે તમારું બાળક આ સ્કૂલમાં ભણવા ઇચ્છુક નથી”
હજુ એક શૈક્ષણિક સત્ર પૂરું 9 તારીખે થનાર છે તે પહેલા બીજા સત્રની ફી માટે વાલીઓને ધમકી આપતો પત્ર લખ્યો
- Advertisement -
ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ડીઈઓને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની ધોળકિયા સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે, બીજા સત્રની ફી માટે ધોળકિયા સ્કૂલે વાલીઓને પત્ર લખી દબાણ કર્યું છે. ચાલુ શૈક્ષણિક સત્ર હજુ પૂર્ણ થયું નથી એ પહેલા જ બીજા સત્રની ફીના ઉઘરાણા ગેરકાયદે રીતે મેનેજમેન્ટ કરી રહ્યું છે.
- Advertisement -
દુ:ખદ બાબત એ છે આ નોટીસમાં વાલીઓને દબાણપૂર્વક ફી ભરવા માટે સમયમર્યાદા આપી બાદમાં આડકતરી રીતે ધમકી આપવામાં આવી છે કે બીજા સત્રની નહીં ભરો તો અમે એવું સમજશું કે તમે અમારી સ્કૂલમાં ભણાવવા નથી ઇચ્છતા ! વધુમાં વાલીઓએ મેનેજમેન્ટને જણાવ્યું હતું કે, હાલ ફીની વ્યસ્થા ન હોવાથી અમે ફી બીજા સત્રની પહેલા દિવસે ભરી દઈશું, તો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે તો લિવિંગ સર્ટી આપ લઇ જઈ શકો છો નિયમ મુજબ તો બીજા સત્રની ફીએ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ ઉઘરાવી શકાય આટલી એડવાન્સ ફી માટે દબાણ ન કરી શકાય તેમ છતાં પણ આવી રીતે વિદ્યાર્થી અને તેમના વાલીઓને ખોટી રીતે હેરાનગત કરવા શરમજનક બાબત છે.