હાઇકોર્ટના ચૂકાદા મુજબ મેળામાં SOPનું પાલન ફરજિયાત, લોકોની સુરક્ષા સાથે બાંધછોડ નહીં થાય: કલેકટર પ્રભવ જોષી
દેશમાં પ્રથમ વખત AI થી સજ્જ ડ્રોન કેમેરાની મદદથી ક્રાઉડ મેનેજમેન્ટ થશે
- Advertisement -
રાજકોટના લોકમેળામાં પ્રથમ વખત NDRFની ટીમ રહેશે તૈનાત: ત્રિ-દિવસીય ડાયરાનું પણ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ધરોહર લોકમેળાનો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે લોકમેળામાં ચકડોળ રહેશે કે નહીં તે બાબતે છેલ્લી ઘડી સુધી અસમંજસ સર્જાયેલી છે. ફાઉન્ડેશન વિનાની રાઇડસ સાથે લોકમેળો યોજાશે કે નહીં તે બાબતે પૂછવામાં આવતા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો જ ચુકાદો છે તે પ્રમાણે SOP મુજબ રાઇડ્સ સંચાલકે સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરવાની રહેશે. લાઇસન્સિંગ ઓથોરિટી પાસે લાયસન્સ મેળવ્યા બાદ જ રાઇડસ ચાલુ કરી શકાશે. લોકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામા નહીં આવે. જેથી, લોકમેળામાં મોટી 31 રાઈડસ રહેશે કે નહીં રહે તે બાબતે છેલ્લી ઘડી સુધી વિવાદ ચાલુ રહ્યો છે. આ દરમિયાન લોકમેળા સ્થળે ફાયર મોકડ્રિલ યોજાઇ હતી. આ વખતેના લોકમેળામાં પ્રથમ વખત NDRFની ટીમ તૈનાત રહેશે. ફાઉન્ડેશન અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ સ્ટ્રક્ચર એન્જિનિયરનો વિષય છે, જે માટે ડિસ્ટ્રિક્ટ રાઇડ કમિટી કહી શકશે. NDT રિપોર્ટ ઉપરાંત રાઈડનું મેન્યુફેક્ચરિંગ સહિતના પાસાઓ તપાસવામાં આવશે. બાદમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હશે તો જ અરજી મંજૂર કરવામાં આવશે. સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. હાઇકોર્ટે રાજકોટની જનતાની સુરક્ષાની તરફેણમાં ચુકાદો આવ્યો હોવાનુ જણાવ્યું હતું. અડધી રાત્રે કોઈ અરજી કરશે તો તેની પણ તુરંત પ્રક્રિયા કરવામા આવશે.
- Advertisement -
ગુજરાતનો પ્રસિદ્ધ લોકમેળો રાજકોટ ખાતે યોજાવા જઈ રહ્યો છે, જેમાં 10 લાખથી પણ વધુ લોકો આ મેળાની મજા માણતા હોય છે. જો કે આ વખતે આ એસ.ઓ પી.ને લઇ લોકમેળો વિવાદમાં ફસાયો છે. આ સમગ્ર મામલે કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું કે, હાઇકોર્ટેના આદેશ મુજબ એસઓપીનો સંપૂર્ણ પાલન કરવામાં આવશે. જેથી SOP – ફાઉન્ડેશન, મંજૂરી વગર એકપણ રાઈડનું સંચાલન કરવામાં નહીં આવે. જો કે નાની રાઇડ, આઈસ્ક્રીમ, ખાણીપીણીના સ્ટોલ ચાલું રહેશે અને લોકડાયરાના આયોજનો થશે. જેમાં રાજભા ગઢવી, સાઈરામ દવે જેવા ખ્યાતનામ કલાકારોનો ડાયરો યોજાશે.
આ વખતે દેશમાં પ્રથમ વખત AI મદદ લેવામાં આવી છે. જેની મદદથી લોકોને કાઉન્ટ કરવામાં આવશે. જો મેદાનમાં લોકોની સંખ્યા વધશે, તો મેળાના ગેટ તાત્કાલિક બંધ કરવામાં આવશે અને સંખ્યા નિયંત્રણ આવ્યા બાદ લોકોને ફરી પ્રવેશ આપવામાં આવશે. આ ટેકનોલોજી ભારતમાં સૌપ્રથમ વખત આ વખતે રાજકોટમાં ઉપયોગ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ સમગ્ર મામલે પોલીસ કમિશનરે પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગેમ ઝોન અને રાઈડસ સહિતના માટે ખાસ SOP બનાવવામાં આવી છે. અલગ અલગ વિભાગને આ જવાબદારી સોંપવામાં આવી છે. જે-તે વિભાગ પાસે અરજી બાબતે કાર્યવાહી કરવાની રહેશે. લોકમેળાને લઈને અરજી આવી નથી. ખાનગી મેળાની 5 અરજી આવેલ છે. અમારી પાસે અલગ-અલગ વિભાગની મંજૂરી અને ગાઈડ લાઈન મુજબ અમારા દ્વારા નિર્ણય લેવાશે. આ અરજીઓ માટે પોલીસ વિભાગ 24 કલાક ખુલ્લો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રક્ષા માટે પોલીસ દ્વારા ત્રી-સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કમિશનરના નિરિક્ષણ હેઠળ 3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ, 81 પી.એસ.આઈ, 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 14 સેક્ટરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ક્રાઉડ કંટ્રોલ કરવા માટે સ્પેશયલ ટીમો શિફ્ટવાઈઝ હાજર રહેશે. આ ઉપરાંત ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે.
બીજી બાજુ આ વખતે સૌપ્રથમ વખત મેળામાં NDRF અને SDRFની ટિમની પણ મદદ લેવામાં આવી છે. ડિઝાસ્ટર ની કોઈપણ ઘટના ઘટશે તો ટીમ તૈયાર છે. NDRF 47 માણસોની ટીમ એને SDRFની 40 લોકોને ટીમ તેના જ રાખવામાં આવી છે.



