જૂનાગઢ મનપામાં જ્ઞાતિને આધારિત વરણી
શાસક પક્ષના નેતા મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશભાઈ અજવાણીની નિયુક્તિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે દંડક તરીકે કલ્પેશભાઈ અજવાણીની નિયુક્તિ કરવામાં આવી છે.
વર્ષ 2003માં મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ 2004માં ભાજપ સત્તામાં આવ્યો અને 2009માં કોંગ્રેસે શાસન સંભાળ્યું. જો કે, 2014 અને 2019માં ભાજપે શાસનની ધુરા સંભાળી. હવે 2025માં પણ ભાજપની જીત થતા ત્રીજીવાર મનપા પર કબ્જો કર્યો છે. જૂનાગઢ શહેરમાં 30 વર્ષથી ગિરીશ કોટેચાનું રાજકીય વર્ચસ્વ હતું. જોકે, ભાજપે આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના પુત્ર પાર્થને ટિકિટ આપી હતી. પરંતુ તેમનો પરાજય થતા કોટેચાના રાજકીય અસ્તિત્વ સામે જ સવાલ ઉભા થયા છે. ગિરીશ કોટેચા 1 કોંગ્રેસમાંથી 5 વાર ભાજપમાંથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. 16 ફેબ્રુઆરીએ જુનાગઢ મનપાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 44.32 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 60 બેઠકો પૈકી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે બાકીની 52 બેઠકો માટે 165 ઉમેદવારોના ભાવિનો ફેસલો 18 ફેબ્રુઆરીના થયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કર્યા બાદ ઈવીએમના મતની ગણતરી કરવામાં આવી હતી. મત ગણતરી કુલ 14 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી. જુનાગઢ મનપાની 60 બેઠકમાંથી ભાજપે 48 બેઠક જીતી છે. જ્યારે કોંગ્રેસે 11 અને આપે 1 બેઠક પોતના નામે કરી છે.
52 બેઠકો માટે ભાજપના 51, કોંગ્રેસના 49, આમ આદમી પાર્ટીના 30 અને અન્ય ઉમેદવારો મેદાનમાં હતા. વોર્ડ નંબર 3 અને 14ની બે પેનલના કુલ 8 ઉમેદવારો બિનહરીફ થયા હતા, મહાનગરપાલિકા વિસ્તારમાં પોસ્ટલ બેલેટ માટે 765 અરજીઓ મળી હતી, જેમાં તંત્ર દ્વારા કુલ 817 પોસ્ટલ બેલેટ ફાળવવામાં આવ્યા હતા. આમાં 69 સર્વિસ વોટર અને 748 અન્ય મતદારોનો સમાવેશ થયો હતો. કુલ 414 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું, જેમાં 186 મત પોસ્ટ મારફતે અને 282 મત રૂબરૂમાં નોંધાયા હતા.
- Advertisement -
નવનિયુક્ત મેયરે ઉપલા દાતાર બાપુના આશીર્વાદ લીધા હતા
જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના પ્રમુખના નામની વિધિવત રીતે જાહેરાત
વંથલી નગરપાલિકા
રાકેશ ત્રાબડીયા – પ્રમુખ
હુસૈનાબેન સોઢા – ઉપપ્રમુખ
માણાવદર નગરપાલિકા
જીતેન્દ્ર પનારા – પ્રમુખ
ભારતીબા ચુડાસમા – ઉપપ્રમુખ
બાંટવા નગરપાલિકા
સુનિલ જેઠવાણી – પ્રમુખ
રામ ગરચર – ઉપપ્રમુખ
ચોરવાડ નગરપાલિકા
બેનાબેન ચુડાસમા – પ્રમુખ
દિલીપ કુમાર શાહ – ઉપ પ્રમુખ
માંગરોળ નગરપાલિકા
ક્રિષ્ના થાપ્પનિયા – પ્રમુખ
અબ્દુલ્લા સૈયદ – ઉપ પ્રમુખ (ઇજઙ )
વિસાવદર નગરપાલિકા
દયાબેન સોલંકી – પ્રમુખ
રમેશ માંગરોલિયા-ઉપપ્રમુખ