ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એ સમય જ્યારે પ્રેમ પત્રોમાં લખાતો હતો અને પ્રેમનો એકરાર ગીતોમાં થતો હતો, ત્યારે પડદા પર એક હસતો ચહેરો આવ્યો, જેનું નામ છે ધર્મેન્દ્ર. તેમની આંખોની ચમક, તેમની સાદગી અને તેમના ગીતોનો જાદુ સીધો દિલમાં ઉતરી જતો હતો. ધર્મેન્દ્રના ગીતો માત્ર સાંભળવામાં જ નથી આવ્યા, પરંતુ તેને અનુભવવામાં આવ્યા, જીવવામાં આવ્યા અને તેના પર નાચવામાં આવ્યું, જેને અનેક પેઢીઓ સદીઓ સુધી યાદ રાખશે. ધર્મેન્દ્રના હીટ સોંગ્સની સુગંધ આજે પણ ‘પલ પલ દિલ કે પાસ’ ધડકે છે, જે સૂરોએ નાચતા શીખવ્યું અને મિત્રતાની નવી પરિભાષા બનાવી તેમાં મેં જટ યમલા પગલા દિવાના, યે દોસ્તી હમ નહીં તોડેંગે, કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ તો, કિસી શાયર કી ગઝલ, મેં તેરે ઈશ્ક મેં મર ન જાઉં કહીં, અબ કે સજન સાવન મેં, ઝિલમિલ સિતારોં કા આંગન હોગા, આજ મૌસમ બડા બઈમાન હૈ, મેરે દુશ્મન તુ મેરી દોસ્તી કો તરસે, યે દિલ તુમ બીન કહીં લગતા નહીં, મિલતી હૈ ઝીંદગી મેં મહોબત કભી કભી, ગૈરોં પે કરમ અપનો પે સીતમ, સાથિયા નહીં જાના કે જી ના લગે સહિતના અસંખ્ય હીટ ગીતો સામેલ છે.
- Advertisement -
ધર્મેન્દ્રએ રોકાવ્યા હતા હેમા-જીતેન્દ્રના લગ્ન
જીતેન્દ્ર એક સમયે પોતાનાનો લવ લેટર લઈને ગયા હતા, તેઓ પોતે હેમાના પ્રેમમાં પડી ગયા. તેમણે પોતાના પ્રેમને વ્યક્ત કર્યો. બેંગ્લોરમાં ‘દુલ્હન’ ફિલ્મનું શૂટિંગ કરતી વખતે બંને નજીક આવ્યા. હેમા ધર્મેન્દ્રને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ જ્યારે પણ તેઓ એક ડગલું આગળ વધતા, ત્યારે ધર્મેન્દ્રની પત્ની પ્રકાશ કૌર અને તેમના ચાર બાળકોનો વિચાર રસ્તો રોકી લેતો હતો. આ વિચાર ભયાનક હતો. અંતે, હેમા માલિનીએ જીતેન્દ્રનું પ્રપોઝલ સ્વીકાર્યું. ‘દુલ્હન’નું શૂટિંગ પૂરું કર્યા પછી, હેમા માલિની ચેન્નાઈમાં તેના માતા-પિતાના ઘરે ગયા. જીતેન્દ્ર પણ તેમના માતાપિતા સાથે ત્યાં પહોંચ્યા. બંને પરિવારો વચ્ચે લગ્નની વાતો ચાલી રહી હતી. ધર્મેન્દ્રને આ વાતની ખબર પડી ગઈ. તેઓ પોતાનું બધું કામ છોડીને તરત જ ચેન્નાઈ જવા રવાના થઈ ગયો. ત્યાં પહોંચ્યા પછી, તેમણે હેમાના પરિવાર સાથે વાત કરી, પરંતુ તેઓએ સ્પષ્ટપણે ના પાડી. ત્યારબાદ ધર્મેન્દ્ર જીતેન્દ્રની તત્કાલીન ગર્લફ્રેન્ડ શોભાને પોતાની સાથે લાવ્યા અને તેમની મદદથી લગ્ન અટકાવી દીધા હતા. ભાવના સોમાયા લખે છે કે તે રાતે, હેમાના ઘરે ફોન આખી રાત રણકતો રહ્યો. અવારનવાર મુંબઈથી એક ટ્રંક કોલ આવતો હતો. ફોનના બીજા છેડે ધર્મેન્દ્ર હતા. તેઓ પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા.



