ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખુદ નદીમાં શોધખોળમાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે નદીમાં યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે આવેલ ધાતરવડી નદીમાં 4 યુવકો ડૂબ્યા હતાં. ચારેય યુવકો નદીમાં નાહવા પડતા ડૂબવા લાગતા ગ્રામજનો મદદે દોડ્યા હતાં. આ ધટના પગલે ગામના સરપંચ દિલિપભાઈ સોજીત્રા સહિત ટીમ, રાજુલા પીઆઈ એ.ડી. ચાવડા તથા પોલીસ સ્ટાફ, મામલતદાર ટીમ, સ્થાનિક તરવૈયાઓ સહિત વહીવટી તંત્રની ટીમ ધટના સ્થળે દોડી ગઈ હતી.
- Advertisement -
જે બાદ નદીમાંથી યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જાણ થતાં તાત્કાલિક ધટના સ્થળે દોડી ગયાં હતાં. અને ધારાસભ્ય ખુદ નદીમાં યુવકોની શોધખોળમાં જોડાયા હતાં. આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. બોટની મદદ માટે કોસ્ટગાર્ડ ટીમને જાણ કરતા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી હતી.
હાલ નદીમાં તરવૈયાની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ધાતરવડી નદીમાં ચાર યુવકો ડૂબ્યાની ઇન્ચાર્જ મામલતદાર ભગીરથભાઈ ચૌહાણે માહિતી આપી હતી.



