ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપે આ પ્રદેશને વખતોવખત ધ્રુજાવી મૂક્યું છે. ત્યારે આજે ફરી કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે
સૌરાષ્ટ્ર-કચ્છ ભૂકંપનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સમયાંતરે નાના-મોટા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. અમરેલી બાદ કચ્છમાં ફરી ધરા ધ્રુજી છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં વધુ એક ભૂકંપનો આચંકો અનુભવાયો છે.
- Advertisement -
દૂધઈથી 28 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયો
અમરેલી બાદ કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ છે. કચ્છના દૂધઈથી 28 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયો છે. ભૂકંપના આચંકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં તેમજ વારંવાર આવતા ભૂકંપના આચકાને લઈ લોકો ચિંતીત બન્યા છે.