વિશ્ર્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી: ડાયાબિટીસ વિશે માહિતી આપી સમયસર સુગર ચેક કરવા સમજાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.15
વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે 14 નવેમ્બરે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિતે ગીર સોમનાથ જિલ્લામાં ચાલતા ધનવંતરી આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા દર્દીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ડાયાબિટીસ અંગે તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા લોકોના આરોગ્ય અને તેમની સુખાકારીના વધારો માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં ગુજરાત સરકાર અને EMRI GREEN HEALTH SERVICES દ્વારા મેડિકલ ટીમ સાથેના આરોગ્ય રથ ચલાવવામાં આવે છે. જે સ્થળ પર જઈને જ લોકોને ફ્રી ઓપીડીની સેવા પૂરી પાડે છે. ધનવંતરી આરોગ્ય રથ- બાંધકામ સાઇટસ્ અને શ્રમિક વસાહતોમાં સારવાર આપે છે. જ્યારે મોબાઈલ મેડિકલ અને હેલ્થ યુનિટ અંતરિયાળ ગામો તથા નેસ વિસ્તારમાં સારવાર આપે છે અને શ્રમયોગી આરોગ્ય સંજીવની GIDC વિસ્તાર અને કંપનીમાં કાર્ય કરતાં શ્રમિકોને મફત હેલ્થ ચેકઅપ કરી આપી દવાઓ પૂરી પાડે છે. જેના માટે ક્યારેય પણ કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.
- Advertisement -
જિલ્લાની આ મેડિકલ ટીમ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિતે દર્દીઓના હેલ્થ ચેકઅપ કરી ડાયાબિટીસ વિશે સમજણ કેળવાય તે માટે તેના પ્રારંભિક લક્ષણો, સાવચેતી અને જરૂરી પગલાં અને ખોરાકની સમજણ તેમજ ડાયાબીટીસના દર્દીઓને કઈ પ્રકારની સાવચેતી અને રોજિંદું જીવન રાખવું જોઈએ તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દર્દીઓને સમયસર સુગર ચેક કરવા માટે સમજાવ્યું હતું.