માધુરી દીક્ષિતની ‘મજા મા’ એક પારિવારિક મનોરંજન ફિલ્મ હશે. જે એમેઝોન પ્રાઈમમાં જોવા મળશે જે પ્રથમ ભારતીય એમેઝોન ઓરીજીનલ ફિલ્મ હશે.
પ્રાઇમ વિડિઓએ આજે તેની પ્રથમ ભારતીય એમેઝોન ઓરીજીનલ ફિલ્મ ‘મજા મા’ ના વર્લ્ડ પ્રીમિયરની ઘોષણા કરી છે. આનંદ તિવારી દિગ્દર્શિત અને સુમિત બથેજા દ્વારા લિખિત લિયો મીડિયા કલેક્ટિવ અને અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા નિર્મિત, માધુરી દીક્ષિતની ‘મજા મા’ એક પારિવારિક મનોરંજન કરનાર ફિલ્મ છે, જે હેપ્પી ફેસ્ટિવલ અને ભારતીય લગ્નોને લઈને બનાવી છે. કોમેડી, પ્રેમ અને ઘણા ટ્વિસ્ટવાળી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ મજેદાર અંદાજમાં જોવા મળવાની છે. માધુરીની સાથે ગજરાજ રાવ, ઋત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, શીબા ચઢ્ઢા, સિમોન સિંહ, મલ્હાર ઠાકર અને નિનાદ કામત જેવા કલાકારો આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.
- Advertisement -
6 ઓક્ટોબરથી પ્રાઈમ વિડીયો પર
આ ફિલ્મ 6 ઓક્ટોબરે સ્ટ્રીમ કરવામાં આવશે. ‘મજા મા’ પ્રાઇમ વિડિયો ઇન્ડિયાના ઓરિજિનલ મૂવી પ્રોડક્શન સ્લેટની ઘણી ફિલ્મોમાંની પહેલી ફિલ્મ છે, જેમાં રસપ્રદ, વાસ્તવિક અને ગ્રાઉન્ડેડ વાર્તાઓ રજૂ કરવામાં આવી છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના પ્રેક્ષકોના હૃદયને સ્પર્શે છે. મજા મા ના દિગ્દર્શક આનંદ તિવારીએ જણાવ્યું હતું કે, “હું માનું છું કે આજે પ્રેક્ષકો એવા કન્ટેન્ટની શોધમાં છે જે તેના અભિગમમાં એકદમ ફ્રેશ, વૈવિધ્યસભર અને આધુનિકતાવાદી હોય, પરંતુ વાર્તા હૃદયને સ્પર્શે છે. પ્રેક્ષકો નવી શૈલીઓ અને નવા અનુભવો અને આનંદ ઇચ્છે છે તે બધું જ છે. પ્રેક્ષકોને ઊંડાણપૂર્વક સ્પર્શવાની સાથે સાથે તેમને હસાવતા, આ સુંદર વાર્તામાં ખૂબ જ સર્વતોમુખી કલાકારો છે જે સરળતા અને સુંદરતા સાથે તેમના પાત્રોમાં જીવનમાં જીવ ભરી દે છે.
View this post on Instagram- Advertisement -
સ્ટોરી સાથે સોન્ગ્સ પણ ધમાકેદાર હશે
પ્રાઇમ વીડિયોના ઇન્ડિયા ઓરિજિનલ્સના હેડ અપર્ણા પુરોહિતે જણાવ્યું હતું કે, “અમને અમારી પ્રથમ ભારતીય એમેઝોન ઓરિજિનલ ફિલ્મ અમારા ગ્રાહકો સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. આ ફિલ્મમાં દમદાર સ્ટોરી સાથે શાનદાર સંગીત બતાવવામાં આવશે. આનંદ તિવારી અને અમૃતપાલ સિંહ બિન્દ્રા સાથે ફરી એકવાર કામ કરીને અમને ખુશી થઈ રહી છે અને અમને વિશ્વાસ છે કે મા મા દુનિયાભરમાં અમારા દર્શકોને ખૂબ પસંદ આવશે.
ફિલ્મ આપણા બધા માટે લેબર ઓફ લવ છે
ફિલ્મના નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રાએ જણાવ્યું હતું કે, “બન્દીસ બેન્દીસની સફળતા પછી પ્રાઇમ વીડિયો સાથેનો આ મારો બીજો પ્રોજેક્ટ છે અને હું મજા મા પ્રીમિયર થવાને લઈને રોમાંચિત છું. શ્રેષ્ઠ પ્રતિભાશાળી કલાકારોથી માંડીને મહેનતુ ક્રૂ સુધી, જેમાંથી દરેકે પ્રેક્ષકો માટે આ અદ્ભુત ફિલ્મ બનાવવા માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે, આ ફિલ્મ આપણા બધા માટે લેબર ઓફ લવ છે. “