તાલાલાનાં ધૈર્યાની હત્યાનાં પ્રકરણમાં નવા ખુલાસા થઇ શકે
પોલીસે અન્ય જિલ્લામાંથી ત્રણ શખ્સોને રાઉન્ડઅપ કર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાલાલાનાં ધાવા ગીરમાં ધૈર્યાને વળગાડની શંકામાં પિતા અને મોટાબાપુએ હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઇ બન્ને સમયે ફિટકાર વર્ષ રહ્યો છે. ભાવેશ અબકરી પોલીસ તપાસમાં સહકાર ન આપતો હોવાનું પણ બહાર આવ્યું છે. તેમજ તંત્રમંત્રમાં જોડાયેલા કેટલાક લોકોની પુછપરછ ચાલી રહી છે.તેમજ પોલીસને અન્ય જિલ્લામાંથી ત્રણ શખ્સોને રાઉન્ડપ કરી તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતા છે.
માસુમ બાળકી ધૈર્યા હત્યા કેસમાં ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવેલ કે, ધાવા ગીર ગામે 14 વર્ષીય પુત્રી પર ભૂતનું વળગાડ હોય તેવી શંકાથી પિતા દ્વારા ત્રાસ આપી પુત્રીની હત્યા કરાય હતી. આરોપી ત્રણ મહિના પહેલા સુરતથી બાળકીને ઘાવા મૂકી ગયેલો અને નવરાત્રીમાં અનુષ્ઠાનના બહાને વતન પોતે આવેલો જેને કારણે કાવતરું પૂર્વ આયોજીત હોવાનું પોલીસનું અનુમાન વ્યક્ત કર્યું છે. બાળકીના કપડાં સળગાવી તે અગ્નિની નજીક બાળકીને ઉભી રાખતા તેના શરીર ઉપર ફોડલા ઉપડેલા છતાં પણ શેતાન પિતાનું હૃદય ન દ્રવ્યુ ? જ્યારે આઠમા દિવસે બાળકીનું મૃત્યુ થયું હોય અને તેમાં જીવાત પણ પડી ગયેલા હોય તેની પિતાને જાણ થઈ ત્યારે સાત જેટલા સગા સંબંધીઓ સાથે બાળકીને સ્મશાને લઈ ગયેલા ત્યારે સગા સંબંધીઓએ બાળકીના મૃતદેહમાં દુર્ગંધ આવતી હોવાથી મૃત્યુનું કારણ પૂછતા સંબંધીઓને રવાના કરી બાદમાં બંન્ને ભાઈઓએ પોતે બાળકીના અંતિમ સંસ્કાર કરેલા હતા. પુત્રીની હત્યા બાદ બે દિવસ પૂર્વે આરોપી ભાવેશ અકબરીએ પોતાની પત્ની પર પણ તંત્ર મંત્ર કરવાનો પ્રયાસ કરેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ભાવેશના સર્કલમાં અમુક એવા લોકો હોય કે જે અગાઉ તંત્ર મંત્ર કરી ચૂકેલ હોય તેમાંથી ભાવેશએ પ્રેરણા લીધી હોય તેવી શક્યતાને આધારે પોલીસે અન્ય જિલ્લાઓમાં પોલીસ ટીમો રવાના કરીને ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે. બનાવમાં વધુ આરોપીઓના નામ અને સંડોવણી હોવાનું બહાર આવવાની શક્યતા છે. આરોપી શેતાન પિતા ભાવેશ પોલીસ તપાસમાં સહકાર ન આપતો હોવાના કારણે પોલીસ દ્વારા સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ અપાઈ છે.