ગ્રાઉન્ડ છીનવી લેવાના પ્રયાસરૂપે શાસન દ્વારા ફરતી કમ્પાઉન્ડ વોલ મુકી છે
રાજકોટના એડવોકેટ સહિત 11 લોકોએ કરી હતી PIL
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની પ્રજા અને બાળકો પાસેથી ડી.એચ. કોલેજનું મેદાન છીનવી લેવાના શાસકોના પ્રયાસ સામે દાખલ થયેલ પી.આઇ.એલ.માં ગુજરાત હાઇકોર્ટએ સરકાર, કલેકટર અને રાજકોટ મહાનગરપાલિકાને નોટિસ ઇશ્યુ કરી છે.
ડી.એચ. કોલેજને લાગુ રમત ગમતનું મેદાન કે જે રાજકોટના રાજવી કુટુંબએ પ્રજાના ઉત્કર્ષ, વિકાસ અને રમત ગમતને પ્રોત્સાહિત કરવા રાજકોટની પ્રજાને ભેટ આપેલી છે તે છીનવી લેવાના પ્રયાસરૂપે શાસન દ્વારા ફરતી કમ્પાઉન્ડ વોલ અને આશરે સાત જેટલા ગેટ મુકી તેને ઉપયોગ કરતા અટકાવવાના પ્રયાસ સામે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ મારફત પબ્લીક ઇન્ટરેસ્ટ લીટીગેશન દાખલ થયેલી છે.
આ મેદાનનું મેઇન્ટેનન્સ અને વહીવટ રાજકોટના રોડ અને બીલ્ડીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. આ મેદાનને લાગુ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, કોટક સાયન્સ કોલેજ, એ.એમ.પી. લો કોલેજ, એ.વી.પી.ટી. ઇન્સ્ટીટયુટ, એન.સી.સી. ઓફીસ આવેલી છે
રાજકોટના જાગૃત નાગરિકો-ગોપાલભાઇ ત્રિવેદી-એડવોકેટ તથા અન્ય 16 વ્યકિતઓ (સચીન વોરા, નદીમ બરાદી, રક્ષીત કાકડીયા, ચિરાગ તરાવીયા, રાજાણી ધવલ, નિરવ વોરા, મયુર ભીમાણી, બૌધીક અજમેરા, ભાગ્યેશ સાદરીયા, અભય વોરા, જગદીશ ધનવાણી, રવિન્દ્રસિંહ જાડેજા, મોહિત ત્રિવેદી, પ્રશાંત ત્રિવેદી, નીખીલ ઓઝા) એ નામ. ગુજરાત હાઇકોર્ટમાં પબ્લીક ઇન્ટરેસ્ટ લીટીગેશન દાખલ કરી સતાધિકારીઓને પ્રજાના હિત વિરૂધ્ધ રોકવા દાદ માંગેલ હતી. રાજકોટના પ્રજાજન વતી પી.આઇ.એલ.માં ગુજરાત હાઇકોર્ટના બ્રિજ વિકાસ શેઠ તથા રાજકોટના ગોપાલભાઇ ત્રિવેદી અને વિકાસ કે. શેઠ એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.